તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
માંગરોળ પંથકમાં ૧૬ લાખનો દારૂ ભરેલ બોલેરો ઝડપાયો

જૂનાગઢ, તા. ૧૬: જિલ્લાના માંગરોળ તાલુકાના મકતુપુર થી માંગરોળ બંદર તરફ જવાના રસ્તે આવેલ મકતુપુર ગામના સ્મશાન પાસેના કાચા રસ્તે કટીંગ કરવાની પેરવીમા રહેલ શેરીયાઝ ગામના બુટલેગર નારણ રામ ખાંભલાના મનસુબાને નિષ્ફળ બનાવી રેઇડ કરતા દારૂની બોટલ નંગ-૭૪૮૮ કિ.રૂ.૧૬,૨૦,૨૪૦/- તથા વાહન તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ કિ.રૂ.૨૪,૨૦,૨૪૦/-નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
માંગરોળ તાલુકાના શેરીયાજ ગામે રહેતો ફરાર નારણ રામાભાઇ ખાંભલા રબારી વિદેશી દારૂનો જથ્થો બોલેરો પીક-અપ વાહન જીજે-૩૨-ટી-૮૮૭૮માં મંગાવી મકતુપુર થી માંગરોળ બંદર તરફ જવાના રસ્તે આવેલ મકતુપુર ગામના સ્મશાન પાસેના કાચા રસ્તે કટીંગ કરવાની પેરવીમાં છે. જે હકિકત આધારે માંગરોળ બંદર રોડ ઉપર કાચા રસ્તે આવતા અંધારામાં એક સફેદ કલરનું પીક-અપ વાહન સફેદ કલરની તાલપત્રી ઢીંકલ પડેલ જોવામાં આવેલ જે હકિકત વાળું જ વાહન હોવાની ખાત્રી કરી તુરત વાહનને કોર્ડન કરી વાહનમાં ચેક કરતા વાહનના પરના ઠાઠાના ભાગે આવેલ સફેદ કલરની તાલપત્રી હટાવી જોતા પુઠાની પેટીઓ જોવામાં આવેલ જે ખોલી જોતા દારૂ નો જથ્થો મળી આવતા તમામ મુદ્દામાલ કબ્જે કરી માંગરોળ મરીન પો.સ્ટે. પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. કળણાલ એમ. પટેલ તથા એ.એસ.આઈ. સામતભાઈ બારૈયા, જગમાલભાઈ ગરચર તથા પો.હે.કો. વનરાજસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જેઠાભાઈ કોડીયાતર, અજયસિંહ ચુડાસમા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.(૬.૪)
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
