તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
ચોટીલાના માર્કેટિંગ યાર્ડમાંથી અજાણી મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
પંથકમાં ચકચારઃ ઓળખ ન થતાં પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા, પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ હોસ્પિટલમાં ખસેડાયો

વઢવાણ-ચોટીલા, તા.,૨૯ : ચોટીલાના નવા માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાંથી આજે સવારે એક અજાણી મહિલાનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે ચોટીલા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મૃતી માહિતી મુજબ, નવા માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં મહિલાનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં ચોટીલા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મહિલાનું મૃત્યુ શંકાસ્પદ જણાતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચોટીલાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ મૃતક મહિલાની ઓળખ થઈ શકી નથી. તે કોણ છે, કયાંની રહેવાસી છે અને યાર્ડ વિસ્તારમાં કેવી રીતે પહોંચી તે અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
પોલીસે આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે અને સ્થાનિક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. મહિલાની ઓળખ મેળવવી એ પોલીસ માટે હાલ પ્રાથમિકતા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
