તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Friday, 8th May 2026
ભાવનગરના કુમદવાડીમાં હીરાના કારખાનાના પાર્કિંગમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો
પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો અને મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ (PM) અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે.

ભાવનગર શહેરના કુમદવાડી વિસ્તારમાં આજે એક હીરાના કારખાનાના પાર્કિંગમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસ તેમજ 108ની ટીમને જાણ કરવામાં આવી હતી
. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક વ્યક્તિ છેલ્લા કેટલાક સમયથી બીમાર હાલતમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ (PM) અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. હાલ પોલીસ દ્વારા આ મૃતક યુવકની ઓળખ વિધિ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
