<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

ઉના-કોબના માછીમારના મૃતદેહને વતન લાવવામાં આવ્‍યો : અશ્રુભીના દ્રશ્‍યો

પાકિસ્‍તાનની કરાંચી જેલમાં રર દિવસ પહેલા ગંભીર બીમારીની સારવારમાં મૃત્‍યુ થયેલ : પાંચ વર્ષ પહેલા પોરબંદરની ફિશીંગ બોટમાં માછીમારી કરવા બીજલભાઇ કરશનભાઇ ગયેલ ત્‍યારે પાકિસ્‍તાન મરીન સિકયુરીટીએ બોટને પકડી લીધી હતીઃ મૃતક બીજલભાઇનો બીજો ભાઇ હજુ પાકિસ્‍તાનની જેલમાં છે

(નવીન જોષી દ્વારા) ઉના., તા. ,૧૯:  પાકિસ્‍તાનની કરાંચી જેલમાં રહેલા ઉનાના કોબ ગામના માછીમાર બીજલભાઇ કરશનભાઇનું ગંભીર બીમારીની સારવાર દરમિયાન રર દિવસ પહેલા મૃત્‍યુ થયું હતું. માછીમાર બીજલભાઇના મૃતદેહને ભારત સરકારની મદદથી મોડી રાત્રે વતન લાવવામાં આવતા તેના પરીવારજનોએ શોકમાં આક્રંદ કરતા લોકોના અશ્રુભીના દ્રશ્‍યો સર્જાયા હતા અને વાતાવરણમાં કરૂણતા વ્‍યાપી ગઇ હતી.

કોબ ગામના બીજલભાઇ કરસનભાઈ ભાલીયા ( ઉંમર આશરે ૪૮) પાંચ વર્ષ અગાઉ  પોરબંદરના વિજયાબેન રમેશભાઈ સોલંકીની નદીતા નામની બોટમાં  માછીમારી કરવા બોટમાં ગયા હતા ત્‍યારે દરિયામાં  પાકિસ્‍તાન મરીન પોલીસે બોટને પકડી તેમાં રહેલ તમામ ખલાસીઓને પણ પકડેલ હતા જેમાં બીજલભાઇ કરસનભાઈ ભાલીયા  તેમજ તેમના  પુત્ર અશ્વિનભાઈ બીજલભાઇ ભાલીયા પણ હતા જે પાકિસ્‍તાનના કરાચીમાં આવેલ લાડી જેલમાં બંધક હતા ગત ઓગષ્‍ટના રોજ બીજલભાઈ કરાચીની  હોસ્‍પિટલમા  ગંભીર બીમારીથી  સારવાર દરમિયાન મળત્‍યું   થયું. તેના  સમાચારનો પત્રનો ફોટો અને મોબાઈલમા ઓડિયો કલીપ બીજલભાઈના પરિવાર ના સભ્‍ય ને આવી હતી તેમાં લખેલ કે બીજલભાઈ અવસાન પામેલ છે.

આ  સમાચાર સાંભળી  તેના પરિવારમાં શોક છવાઈ ગયો હતો. જયારે સત્તાવાર પાકિસ્‍તાન તંત્ર દ્વારા ભારત સરકારને માહિતી આપતા મોરબીથી  ફિશરીઝ વિભાગના અધિકારી મહેશભાઈ દાફડા અને આશિષ્ટન અધિકારી કે. એચ. ચાર. ભારતની અમળતસર બોર્ડર ઉપર પહોંચી બીજલભાઈનો મળતદેહ સ્‍વીકારી દિલ્‍હી લાવી ત્‍યાંથી પ્‍લેન મારફતે અમદાવાદ લાવેલ હતા. ત્‍યાંથી શબવાહીનીમા ઉના તાલુકાના કોબ ગામે લાવવા રવાના થયાં હતા. મોડી રાત સુધીમાં કોબ ગામે માછીમારનો મૃતદેહ આવીને તેના પરિવારજનોને સોંપતા આક્રંદ છવાયું હતુ અને કરૂણતા વ્‍યાપી ગઇ હતી.   ગામ આખું શોકમય બની ગયું હતું. જાણવા મળતી વિગત મુજબ બીજલભાઈના ચાર દીકરાઓ ભરતભાઈ, માનસિંગભાઈ, ભાવેશભાઈ અને અશ્વિન ભાઈ પણ માછીમારીના વ્‍યયસાય સાથે જોડાયેલ છે જેમાં અશ્વિનભાઇ તો હજુ પાકિસ્‍તાન કરાચી લાડી જેલમા બંધક છે

(11:31 AM IST)