<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

ઉનામાં જમીન-મકાનના દલાલ જયેશભાઈ ઉર્ફે ટીકુભાઈનો દરિયાકાંઠે મૃતદેહ મળ્‍યો

ઘેરથી કામ માટે નીકળ્‍યા બાદ શું થયું?: કારણ અંગે પોલીસ દ્વારા તપાસ

(નવીન જોષી દ્વારા) ઉના, તા.૮: ઘેરથી કામ માટે નીકળી ગયા બાદ જમીન-મકાનના દલાલ જયેશભાઈ ઉર્ફે ટીકુભાઈ નાનાલાલ ગંગદેવ (ઉ.વ.૫૬)નો દરિયાકાંઠે મૃતદેહ મળી આવ્‍યો હતો. જયેશભાઈનું મૃત્‍યુ કેવી રીતે થયું તેના કારણ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. એહમદપુર માંડવીના દરિયા કિનારે બીચ ઉપર એક અજાણ્‍યા પુરુષનો મળત દેહ પડેલ હોય આ અંગે નવાબંદર મરીન પોલીસને જાણ કરતા પોલીસ કર્મચાર પાંચાભાઈ પી. બાંભણિયા અને સ્‍ટાફ સાથે સ્‍થળ ઉપર પહોંચી ગયા હતા. લાશનું નિરીક્ષણ કરતા આ પુરુષનો મળત દેહ દરિયા તણાઈ કિનારે આવી ગયો હશે લાશની ઓળખ મળી નથી. તેમના મળત દેહને ઊનાની સરકારી હોસ્‍પિટલ પોસ્‍ટ મોર્ટમ માટે લઈ જવામાં આવ્‍યો છે. જે કોઈ આ પુરુષને ઓળખતા હોય ઊના હોસ્‍પિટલે અને નવાબંદર મરીન પોલીસ સ્‍ટેશન જાણ કરવા જણાવેલ છે. ત્‍યારબાદ  દરિયા કિનારે જે પુરૂષની લાશ મળી હતી તેની ઓળખ થઈ ગઈ છે તેમનું નામ જયેશભાઈ ઉર્ફે ટીકુભાઈ નાનાલાલ ગંગદેવ ઉ. વ. ૫૬ મૂળ રહેવાસી હરમડીયા હાલના પારસ સોસાયટીમાં રહે છે અને મકાન જમીન લે વેચ દલાલીનું કામ કરે છે તેવું ખુલ્‍યું હતું. આજે સવારે ઘરેથી કામે નીકળ્‍યા હતા. તેમ તેના પરિવારે પોલીસમાં જણાવેલ છે.

(11:41 AM IST)