<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

વેરાવળના ધામળેજના ગુમ યુવાનનો થોરડી પાટિયા નજીકથી મૃતદેહ મળ્‍યો

ચાર દિવસથી ગુમ દિનેશ ઉકાભાઈ જોરાનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચારઃ સુત્રાપાડા પોલીસની ટીમે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૮: ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ધામલેજ ગામના એક યુવાનનો ચાર દિવસથી ગુમ થયા બાદ મળતદેહ મળી આવતા વિસ્‍તારમાં ચકચાર મચી ગઈ હતી. ધામલેજ ગામના દિનેશ ઉકાભાઈ જોરા નામના યુવાનનો મળતદેહ ધામલેજથી અંદાજે બે કિલોમીટર દૂર આવેલા થોરડી ગામના પાટિયા નજીકથી મળી આવ્‍યો હતો.

મળતી માહિતી મુજબ દિનેશ ઉકાભાઈ જોરા છેલ્લા ચાર દિવસથી ગુમ હતો. પરિવારજનો અને પરિચિતો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી હતી. દરમિયાન થોરડી ગામના પાટિયા નજીક એક મળતદેહ મળી આવતા સ્‍થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં સુત્રાપાડા પોલીસની ટીમ તાત્‍કાલિક સ્‍થળ પર પહોંચી હતી.

પોલીસે સ્‍થળ પર તપાસ હાથ ધરી મળતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. મળતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્‍યો હોવાનું જાણવા મળ્‍યું છે. પોલીસે મળતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

યુવાનનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે હાલ સ્‍પષ્ટતા થઈ નથી. પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. સુત્રાપાડા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(1:17 PM IST)