<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

જામનગરના લાખોટા તળાવમાંથી યુવકની લાશ મળી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩ :        જામનગરના લાખોટા તળાવમાંથી સાત રસ્તા સર્કલ પાસે પ્રદર્શન ગ્રાઉન્ડ ની પાછળ તળાવમાં એક ડેડબોડી હોય તેવો 112 મારફતે ફાયર બ્રિગેડને કોલ મળતા ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી તળાવ માંથી ડેડબોડી બહાર કાઢી ને પોલીસ ને સોંપેલ હતી. 

     આ મૃતદેહ સલીમ નામના ત્રીસ વર્ષીય યુવાન નો પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. તસવીર : કિંજલ કારસરીયા જામનગર)

(11:49 AM IST)