<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

જસદણના ગઢડીયા ગામમાં બોંતેર વર્ષના માવજીભાઇ કાગડીયાની ખાટલામાં લાશ મળી

એકલા રહેતાં હતાં: દિકરો ઘરે આવતાં ઘટનાની જાણ થઇઃ રાજકોટમાં ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમમાં કુદરતી મૃત્‍યુનું તારણ નીકળ્‍યું

રાજકોટ તા. ૨૨: જસદણના ગઢડીયા ગામે રહેતાં કોળી વૃધ્‍ધ ઘરે ખાટલામાં બેભાન થઇ ગયા બાદ મોત નિપજતાં પરિવારે  મૃત્‍યુ અંગે શંકા દર્શાવી હત્‍યાનો આક્ષેપ કરતાં મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો હતો. જો કે પોસ્‍ટમોર્ટમ થતાં કુદરતી મૃત્‍યુ થયાનું ખુલ્‍યું હતું.

જસદણના ગઢડીયા ગામે રહેતાં માવજીભાઇ ગાંડુભાઇ કાગડીયા (ઉ.વ.૭૨) એકલવાયુ જીવન જીવતાં હોઇ તેમના દિકરા ઘરે આવતાં તેઓ ખાટલામાં બેભાન પડયા હોઇ ૧૦૮ને જાણ કરાઇ હતી. પરંતુ તેમના તબિબે તેમને મૃત જાહેર કરતાં જસદણ પોલીસને જાણ કરવામાં આવી હતી.

પરિવારે મૃત્‍યુ શંકાસ્‍પદ ગણાવતાં જસદણ પોલીસે જરૂરી કાર્યવાહી કરી રાજકોટમાં મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું. જેનો રિપોર્ટ આવતાં કુદરતી મૃત્‍યુ થયાનું ખુલ્‍યું હતું. જસદણ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:45 AM IST)