News of Thursday, 17th September 2026
ધ્રોલ સરકારી હોસ્પિટલમાં PM મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયોઃજામનગર જી.જી. હોસ્પિટલની ટીમ દ્વારા રક્ત એકત્ર કરાયું

ધ્રોલઃ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે ધ્રોલ શહેર અને તાલુકા ભાજપ પરિવાર દ્વારા ધ્રોલ સ્થિત સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ જામનગરની જી.જી. હોસ્પિટલના બ્લડ બેંક સ્ટાફના વિશેષ સહયોગથી યોજાયો હતો, જેમાં એકત્ર થયેલ તમામ રક્ત જી.જી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ અને ગંભીર દર્દીઓની સેવા માટે અર્પણ કરવામાં આવશે. આ સેવાકીય કાર્યક્રમમાં જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન જીવાણી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ વિનુભાઇ ભંડેરી, જિલ્લા મહામંત્રી ભરતભાઈ દલસાણીયા તેમજ લતીપર જિલ્લા પંચાયત સદસ્ય કલ્પેશ માલાણી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જામનગર જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ નવલભાઈ મુંગરા, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ આશિષભાઈ પરમાર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મનીષાબેન, પૂર્વ અગ્રણી ડી.ડી. જીવાણી, ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ હિરેન કોટેચા, નગરપાલિકા પ્રમુખ વિનુભાઇ વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણભાઈ લીંબાસીયા, ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ચેરમેન રસિકભાઈ ભંડેરી, ઉપપ્રમુખ રંજનબેન દલસાણીયા અને ધ્રોલ શહેર યુવા મોરચા પ્રમુખ ભગીરથસિંહ જાડેજા, મહામંત્રી રુતુલ ગડારા, મહેશભાઈ ચીખલીયા, મહેશભાઈ પરમાર, કે.પી ભીમાણી, મનસુખ ચભાડીયા, સબીરચાવડા, સહિત નગરપાલિકાના ચૂંટાયેલા કાઉન્સિલરો, તાલુકા પંચાયતના સદસ્યો અને બહોળી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો-કાર્યકરો હાજર રહ્યા હતા. તમામ આગેવાનોએ રક્તદાતાઓનો ઉત્સાહ વધારી જી.જી. હોસ્પિટલની મેડિકલ ટીમની કામગીરીને બિરદાવી હતી.(તસ્વીરઃ અહેવાલ-સંજય ડાંગર -ધ્રોલ
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
