News of Monday, 16th November 2026
ડાયમંડનગર (આમરણ) ખાતે કાસુન્દ્રા પરિવાર આયોજિત ભાગવત સપ્તાહમાં મંગળવારે રક્તદાન શિબિર.
આમરણ યુવા ગ્રુપ દ્વારા 17 નવેમ્બરે સિવિલ હોસ્પિટલના લાભાર્થે ભવ્ય આયોજન : રક્તદાન કરવા અપીલ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ડાયમંડનગર (આમરણ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા આયોજિત ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ તેમજ હવન નિમિત્તે સેવાના ઉત્તમ કાર્ય રૂપે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. 'સેવા-એકતા-સમર્પણ' ના મંત્રને સાર્થક કરતા આમરણ યુવા ગ્રુપ દ્વારા આ ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે.
આગામી તારીખ 17/11/2026 ના રોજ સવારે 9:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી ગાંભવા પરિવારની વાડી, ડાયમંડ નગર, આમરણ ખાતે આ રક્તદાન શિબિર યોજાશે. મોરબીની સિવિલ હોસ્પીટલમાં જરૂરિયાતમંદ દર્દીઓને વિનામુલ્યે બ્લડ (રક્ત) મળી રહે તેવા શુભ આશયથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. "એક યુનિટ બ્લડ એક જિંદગીની આશા" એવા સુંદર વિચાર સાથે યોજાઈ રહેલા આ મહાદાનના સેવા કાર્યમાં મહત્તમ લોકો જોડાઈને સહભાગી બને તેવી આમરણ યુવા ગ્રુપ દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી
(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
