તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
પોરબંદર શહેર-જીલ્લાના પ્રાચીન મંદિરોમાં સાંજે આશીર્વાદનો દીવડો પ્રગટાવાશેઃ મેગા રકતદાન કેમ્પ તથા સ્વચ્છતા ઝુંબેશ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન તથા તેમની જનસેવાના ૨૫ વર્ષ નિમિતે સેવા સંકલ્પ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો : રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં વડાપ્રધાનના જન્મદિને વિશેષ કાર્યક્રમઃ હાઇવેને જોડતા રસ્તા અને જાહેર સ્થળોની સધન સફાઇ : આજથી એક મહિનો સફાઇ ઝુંબેશ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, ૧૭: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન અને તેની જનસેવાના ૨૫ વર્ષ નિમિતે આજથી શરૂ થઇ રહેલ સેવા સંકલ્પ અભિયાન હેઠળ શહેર-જીલ્લાના પ્રાચીન મંદિરોમાં આજે સાંજે આર્શીવાદનો દીવડો પ્રગટાવવાનો કાર્યક્રમ યોજાશે.
ઉપર મેગા રકતદાન કેમ્પ અને સ્વચ્છતા ઝૂંબેશ આયોજન કરેલ છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન'અંતર્ગત પોરબંદર શહેરમાં વિવિધ સ્થળોએ ‘આશીર્વાદનો દીવડો' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત દીપ પ્રાગટય કરી વડાપ્રધાનશ્રીની જનસેવા પ્રત્યે કળતજ્ઞતા વ્યક્ત કરવામાં આવશે આજે
પોરબંદર શહેરમાં તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સાંજે ૬:૩૦ કલાકે અસ્માવતી ઘાટ, સાંજે ૭:૦૦ કલાકે સુદામા ચોક તથા ત્યારબાદ સાંજે ૭:૩૦ કલાકે ઝુંડાળા બરડાઈ બ્રાહ્મ ણ સમાજની વંડી ખાતે ‘આશીર્વાદનો દીવડો' કાર્યક્રમ અંતર્ગત દીવડાઓ પ્રગટાવવામાં આવશે.
શહેરના તમામ વોર્ડમાં વિવિધ સ્થળોએ આવેલા મંદિરો ખાતે પણ ‘આશીર્વાદનો દીવડો' કાર્યક્રમ યોજાશે. શહેરના રાજમહેલ, ખીજડી પ્લોટ, ગાંધી સ્મળતિભવન-ચોપાટી, કીર્તિ મંદિર, રોકડિયા હનુમાન મંદિર તથા હોસ્પિટલ સહિતના વિવિધ સ્થળોએ પણ સાંજના સમયે દીવડાઓ પ્રગટાવવામાં આવશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પોરબંદર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડી.બી. મહેતાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પોરબંદર જિલ્લામાં સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પ યોજાશે.
કુતિયાણા તાલુકામાં સુદામા ડેરી ખાતે સવારે ૯:૦૦થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી તેમજ કડેગી પ્રાથમિક શાળા ખાતે સવારે ૯: ૦૦થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાશે.
રાણાવાવ તાલુકામાં પિપળીયા પ્રાથમિક શાળા ખાતે સવારે :૦૦થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી તેમજ રાણા કંડોરણા ગામે લિરબાઈ માતાજીના મંદિર ખાતે ૪:૦૦થી રાત્રે ૮:૦૦ વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરમાં બોખીરા સુદામા ડેરી ખાતે સવારે ૭:૦૦થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી તેમજ બંગડી બજાર, કેદારેશ્વર મંદિરની બાજુમાં સાંજે ૭:૦૦થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાશે.
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના નાગરિકોને આ રક્તદાન શિબિરોમાં મોટી સંખ્યામાં સહભાગી થઈ સ્વૈચ્છિક રક્તદાન કરવા તથા જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી રક્ત ઉપલબ્ધ કરાવવામાં માનવસેવામાં યોગદાન આપવા અપીલ એક યાદીમાં કરવામાં આવી છે.
‘સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત જિલ્લાના તમામ ગ્રામ પંચાયતોમાં સામૂહિક સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં ગામના ધાર્મિક સ્થળો, અમળત સરોવર, ગામ તળાવ, રમત-ગમતના મેદાનો, નદી કાંઠા, મુખ્ય ગટર તેમજ ચોરાથી નજીકથી પસાર થતા હાઇવેને જોડતા રસ્તાઓ સહિતના જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવશે.
આ ઉપરાંત ગામમાં આવેલા માર્કેટ વિસ્તાર, ગ્રામ પંચાયત કચેરી તથા શાળાની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારને પણ સ્વચ્છ બનાવવાની કામગીરી હાથ ધરાશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા પ્રત્યે જનજાગળતિ કેળવીને સ્વચ્છતાની ટેવને દૈનિક જીવનનો હિસ્સો બનાવવાનો છે.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત તા.૨ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ મહાત્મા ગાંધીજી તથા અન્ય મહાપુરુષોની પ્રતિમાઓની સફાઈ તેમજ પ્રતિમાઓની આસપાસના વિસ્તારની સ્વચ્છતા કરવામાં આવશે. તદુપરાંત, નવરાત્રી ઉત્સવને અનુલક્ષીને તા.૧૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ગામના ગરબી ચોક સહિતના ઉત્સવ સ્થળોએ સામૂહિક સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાનાર આ સ્વચ્છતા અભિયાનમાં ગ્રામજનો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, કર્મચારીઓ અધિકારીઓ,પદાધિકારીઓ તથા વિવિધ સંસ્થાઓ અને સમુદાયોને સહભાગી બની અભિયાનને જનઆંદોલનનું સ્વરૂપ આપવા અપીલ કરવામાં આવી છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
