તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Monday, 25th May 2026
જામનગર જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી બાદ પ્રમુખ-ઉપપ્રમુખ સહિત 5 હોદા ઉપર બિનહરીફ વરણી
24માંથી 19 સીટ જીતી ભાજપે સત્તા જાળવી : રંજનબેન જીવાણી પ્રમુખ, પરેશભાઈ હિરપરા ઉપપ્રમુખ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૫ : જામનગર જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ 24માંથી 19 સીટો પર બહુમતી સાથે વિજય મેળવ્યા બાદ આજે પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના 5 મહત્વના પદોની બિનહરીફ વરણી કરવામાં આવી છે. ભાજપના મેન્ડેડ પરથી તમામ હોદ્દેદારોની નિયુક્તિ થઈ છે.
પ્રમુખ પદે ખારવા સીટના સભ્ય રંજનબેન જીવાણી અને ઉપપ્રમુખ પદે શેઠ વડાલા સીટ પરથી પરેશભાઈ હિરપરાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સુનિલભાઈ રાઠોડ, શાસક પક્ષના નેતા તરીકે પ્રદ્યુમનસિંહ ઝાલા અને દંડક તરીકે કલ્પેશ માલાણીની બિનહરીફ નિમણૂક થઈ છે.
જિલ્લા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી બાદ ભાજપે તમામ મુખ્ય પદો પર પોતાના ઉમેદવારોને બિનહરીફ ચૂંટી લાવી સત્તા પર પકડ મજબૂત કરી છે. નવા હોદ્દેદારોની વરણી બાદ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને શુભેચ્છાઓનો દોર શરૂ થયો છે.
(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
