તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
ભાજપના આંતરિક જૂથવાદ ? વાંકાનેર તાલુકા પંચાયતમાં કમળ કરમાયુ અને પંજાની પકડ મજબૂત થતા વાકાનેર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી ?
વાંકાનેર તાલુકા પંચાયતમાં ભાજપના અનેક દિગ્ગજ અને ધુરંધરોની હાર : ભાજપના પૂર્વ પ્રમુખ અને કોળી સમાજના દિગ્ગજ અગ્રણી ગોરધનભાઈ સરવૈયાએ ભાજપને રામરામ કરી કોંગ્રેસનો પંજો પકડી તાલુકા પંચાયત સીટ પર તેમના ધર્મપત્ની ચૂંટણી લડયા હતા તેઓનો જવલંત વિજય થયેલ

વાંકાનેર તા.૩૦ : વાંકાનેર તાલુકા પંચાયતમાં ગત વખતે આઝાદી બાદ પ્રથમ વખત તાલુકા પંચાયતમાં વાંકાનેરના રાજવી અને સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની આગેવાનીમાં જવલંત વિજય થયો હતો પરંતુ આ વખતે વાંકાનેર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પંજા ની પકડ ફરિવાર મજબૂત થયેલ છે.
વાકાનેર તાલુકા પંચાયતની અંદર ચૂંટણીમાં ધારાસભ્ય અને સાંસદ જૂથ રીતસર સામસામે લડાઈ કરી રહ્યું હતું જેના કારણે ભાજપ નો તાલુકા પંચાયતમાંથી સફાયો થયો તેવું વાંકાનેરની રાજકીય બજારમાં ચર્ચાઓ થઈ રહી છે તેમજ વાંકાનેર તાલુકા પંચાયતની સીટ એટલે કે ટિકિટ વિતરણોમાં પણ ધારાસભ્ય અને સાંસદ નો ગજગ્રહ સપાટી પર આવેલ આમ વાંકાનેર તાલુકા પંચાયતમાં ભાજપની આંતરિક લડાઈ અને જૂથબંધીના કારણે ભારતીય જનતા પાર્ટીને સત્તા ગુમાવવાનો વારો આવ્યો તેવું મનાય રહ્યું છે.
તદ્ઉપરાંત વાંકાનેર તાલુકા પંચાયતમાં પૂર્વ પ્રમુખો ગુલમહમદ બલોચ સહિતના ભાજપના ધુરંધરોને પણ કારમી હાર નો સામનો કરવો પડેલ છે.
વાંકાનેર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને કોળી સમાજના દિગ્ગજ અગ્રણી ગોરધનભાઈ સરવૈયા ભાજપને રામરામ કરી કોંગ્રેસનો પંજો પકડી તાલુકા પંચાયત સીટ પર તેમના ધર્મપત્ની ચૂંટણી લડેલ અને તેમાં તેમનો જવલંત વિજય થયેલ છે.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
