તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
જામ ખંભાળિયા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજયઃ ૩૬માંથી ૩૦ બેઠકો કબજે, સ્પષ્ટ બહુમતી
વોર્ડ ૬માં આખી પેનલ બિનહરીફઃ વોર્ડ ૫માં AAPની આખી પેનલ વિજેતા, વોર્ડ ૧માં અપક્ષને સફળતા

(કૌશલ સવજાણી દ્વારા) જામ ખંભાળિયા, તા.૨૮: જામ ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણી ૨૦૨૬ના પરિણામો જાહેર થઈ ગયા છે. કુલ ૩૬ બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ ૩૦ બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી સત્તા જાળવી રાખી છે.
વોર્ડવાર ચિત્રઃ
વોર્ડ ૨, ૩, ૭, ૮ અને ૯માં ભાજપની આખી પેનલ વિજેતા થઈ છે. વોર્ડ ૬માં ભાજપની આખી પેનલ બિનહરીફ ચૂંટાઈ આવી હતી.
વોર્ડ ૧માં ૪માંથી ૩ બેઠકો ભાજપે જીતી છે, જ્યારે ૧ બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ છે. વોર્ડ ૪માં ૩ બેઠકો ભાજપ અને ૧ બેઠક આમ આદમી પાર્ટી એટલે કે ‘ઝાડુ'ના ફાળે ગઈ છે. સૌથી મોટો ઉલટફેર વોર્ડ ૫માં જોવા મળ્યો, જ્યાં આમ આદમી પાર્ટીની આખી પેનલ વિજેતા થઈ છે.
કુલ ગણતરીઃ
- ભાજપ (BJP): ૩૦ સીટ
- AAP (ઝાડુ): ૫ સીટ
- અપક્ષઃ ૧ સીટ, - કુલઃ ૩૬ સીટ
૩૦ બેઠકો સાથે ભાજપે નગરપાલિકામાં એકતરફી બહુમતી મેળવી છે. જોકે વોર્ડ ૫માં AAPએ આખી પેનલ જીતી અને વોર્ડ ૧માં અપક્ષે ખાતું ખોલાવી ભાજપને પડકાર ફેંકયો છે.
પરિણામ જાહેર થતાં જ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે અને શહેરમાં વિજય સરઘસ કાઢીને ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે.
(5:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
