<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

દેવભુમી દ્વારકા જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે ભાજપના ગોૈરીબેન હાથીયા નિヘીત?

બરડીયા બેઠક ઉપરથી જીતેલા અનુસુચિત જાતિના મહિલા અગ્રણી મહત્‍વના સ્‍થાન ઉપર બિરાજમાન થશે

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૨૯: દેવભુમી દ્વારકા જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે ભાજપના ગોૈરીબેન હાથીયા નિヘીત હોવાનુ મનાય છે. બરડીયા બેઠક ઉપરથી જીતેલા અનુસુચિત જાતિના મહિલા અગ્રણી મહત્‍વના સ્‍થાન ઉપર બિરાજમાન થશે.

સામાન્‍ય રીતે નવી જિલ્લા કે તાલુકા પંચાયત અથવા તો નગરપાલિકાની ચુંટણી બાદ મતગણતરી પૂર્ણ થયા પછી સીધી ચર્ચા થાય છે કે, હવે નવા પ્રમુખ કોણ? પણ કેટલીક વખત નવા પ્રમુખ અનામત બેઠકના આધારે નકકી થઇ જતા હોય છે. આવુ જ દેવભુમી દ્વારકા જીલ્લામાં થયુ છે.

દ્વારકા જીલ્લા પંચાયતમાં નવા પ્રમુખ અનુસુચિત જાતિ મહિલા અનામત છે અને ભાજપે ૨૨ માંથી ૧૮ બેઠક મેળવી હોય તેથી ભાજપે સતા ઉપર આવેલ છે. ત્‍યારે અનુસુચિત જાતિ મહિલાના એકમાત્ર સદસ્‍ય બરડીયા બેઠક ઉપરથી જીતેલા ગોૈરીબેન જેઠાભાઇ હાથીયા છે. જેઓ નવા પ્રમુખ બને તે નિヘતિ ગણાય છે કેમ કે, અનુસુચિત જાતિમાંથી અન્‍ય કોઇ ઉમેદવાર નથી અને સદસ્‍ય પણ નથી.

દ્વારકા જીલ્લો થયા પછી થયેલી ચુંટણીઓમાં આ પાંચમાં મહિલા પ્રમુખ આવશે. પહેલા મીતલબેન ગોરીયા, હિમાબેન ગોરીયા, રાજીબેન મોરી, રીધ્‍ધીબા જાડેજા અને હવે ગોૈરીબેન હાથીયા પ્રમુખપદ સોભાવશે. આવી રીતે પાંચ ટર્મથી જીલ્લા પંચાયતમાં મહિલાઓનો દબદબો રહયોછે.

 

(3:06 PM IST)