<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

ધોરાજી તાલુકા પંચાયતની ૧પ બેઠકોની ચૂંટણીમાં ભાજપે ૧૧ મેળવી : ફરી સતા

કોંગ્રેસે નજીવા મતો ના અંતર થી તાલુકા પંચાયતની ચાર સીટ ગુમાવી : જમનાવાડ બેઠક માત્ર ૬ મત થી હાર્યા, પાટણવાવ બેઠક ૧૫ મત થી ગુમાવી, મોટી મારડ - ૨ બેઠક ૨૭ મત થી અને નાની પરબડી સીટ કોંગ્રેસ એ ૬૨ મત થી ગુમાવી : પાટણવાવ માં આમ આદમી પાર્ટી એ ખાતું ખોલાવ્‍યું : જેમાં આપ, કાંગ્રેસ, અપક્ષ અને ચોથા ક્રમે ભાજપ રહ્યું હતું

(કિશોરા રાઠોડ દ્વારા) ધોરાજી, તા. ર૯ :  ધોરાજી તાલુકાની જિલ્લા પંચાયત ની બે સીટો ભાજપે જાળવી રાખી છે. જ્‍યારે ધોરાજી તાલુકા પંચાયત પર પણ ભાજપ એ સિલસિલો જાળવી રાખ્‍યો છે.

ધોરાજી તાલુકા પંચાયત ની ૧૬ બેઠકો ની ચૂંટણી અન્‍વયે ભાદાજાળીયા બેઠક પર ભાજપ ના નીતાબેન રસિકભાઈ ચાવડા બિનહરીફ વિજેતા જાહેર થયા હતા

ધોરાજી તાલુકા પંચાયત ની ૧૫ બેઠકો ની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ, કોંગ્રેસ,આપ વચ્‍ચે ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો જેમાં ભાજપે ૧૧બેઠકો મેળવી ને સતા જાળવી રાખી છે.

 જ્‍યારે કોંગ્રેસ દ્વારા છાડવાવદર, વાડોદર, વેગડી ગામ ની ૩ ત્રણ બેઠક કબજે કરી છે. કોંગ્રેસ એ નજીવા મતો ના અંતર થી તાલુકા પંચાયતની ચાર સીટ ગુમાવી હતી. જેમાં જમનાવાડ બેઠક માત્ર ૬ મત થી હાર્યા, પાટણવાવ બેઠક ૧૫ મત થી ગુમાવી, મોટી મારડ - ૨ બેઠક ૨૭ મત થી અને નાની પરબડી સીટ કોંગ્રેસ એ ૬૨ મત થી ગુમાવી હતી. ઉપરાંત પાટણવાવ માં આમ આદમી પાર્ટી એ ખાતું ખોલાવ્‍યું હતું. જેમાં આપ, કાંગ્રેસ, અપક્ષ અને ચોથા ક્રમે ભાજપ રહ્યું હતું.

ધોરાજી તાલુકા ની મોટીમારડ જીલ્લા પંચાયત બેઠક પર ભાજપના અજૂબેન મનસુખ ભાઇ મુછડીયા ૭૫૪૧ મતે વિજેતા બન્‍યા છે.

કોંગ્રેસ નાં ઉમેદવાર વનીતાબેન સોલંકી ને ૪૫૯૯ મત મળ્‍યા હતા. સૂપેડી જીલ્લા પંચાયત બેઠક પર ભાજપ ના ઉમેદવાર પારૂલ બેન કણસાગરા ૭૬૭૨ મત મેળવીને વિજેતા બન્‍યા છે.

કોંગ્રેસ નાં ઉમેદવાર સિધ્‍ધી બેન ચિકાણી ને ૬૪૬૯ મત મળ્‍યા હતા.

 

(1:40 PM IST)