તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
ભાવનગરમાં ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે રેલી નીકળશે
ધારાસભ્ય મહેશભાઈ કસવાલા એ ભાવનગરમાં પત્રકાર પરિષદ માં માહિતી આપી

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર: આગામી તા. 26મીના રોજ ભાવનગર શહેર ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે આ વર્ષે પણ ભવ્ય રેલી નીકળશે.
૨૦૧૫ માં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની સરકારે ૨૬ મી નવેમ્બરને 'સંવિધાન ગૌરવ દિવસ' તરીકે મનાવવાનું શરુ કરેલ, જે અંતર્ગત ભાવનગર શહેર અને જિલ્લા મીડિયા વિભાગ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવેલ, જે અંતર્ગત પ્રદેશમાંથી પ્રવક્તા તરીકે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ આ પ્રેસવાર્તા સંબોધી હતી. આ પ્રસંગે શહેર અને જિલ્લા ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહ અને દિગ્વિજયસિંહ ગોહિલ તેમજ ધારાસભ્ય શ સેજલબેન પંડ્યા, મેયર ઉષાબેન તલરેજા ઉપસ્થિત રહ્યા હતાં. ભાવનગરમાં તા. 26 ના રોજ સંવિધાન ગૌરવ દિવસ અંતર્ગત ભવ્ય રેલી નીકળશે.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
