તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના લીલાપુર મુકામે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ યુવાનો સાથે સંવાદ યોજ્યો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં યુવા શક્તિની ભૂમિકા અંત્યંત મહત્વપૂર્ણ : જગદીશભાઈ વિશ્વકર્મા: સરદાર સરોવર નર્મદા નિગમની સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલના ઢાંકી સ્થિત પમ્પિંગ સ્ટેશન-1ની મુલાકાત કરતા શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

ગાંધીનગર :ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના લીલાપુર મુકામે યુવાનો સાથે સંવાદ યોજ્યો હતો. આ સંવાદમાં તેમણે યુવાનો સાથે વિકસિત ભારત, લોકશાહી મૂલ્યો અને રાષ્ટ્રહિત સહિત વિવિધ વિષયો પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. આ બાદ વિશ્વકર્માએ સરદાર સરોવર નર્મદા નિગમની સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલના ઢાંકી સ્થિત પમ્પિંગ સ્ટેશન-1ની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પને સાકાર કરવામાં દેશની યુવા શક્તિની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. આજનો યુવા માત્ર આવતીકાલનું ભવિષ્ય નથી, પરંતુ આજના ભારતના નિર્માણમાં પણ સક્રિય ભાગીદાર છે. યુવાનોની ઊર્જા, નવીન વિચારશક્તિ, ટેકનોલોજી ક્ષેત્રે કૌશલ્ય, સંશોધન, ઉદ્યોગસાહસિકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા ભારતને વિશ્વમાં અગ્રેસર બનાવવાની ક્ષમતા ધરાવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા યુવાનોને શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટઅપ, રોજગાર, રમતગમત, સંશોધન અને ટેકનોલોજી સહિતના વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવાની તકો પૂરી પાડવામાં આવી રહી છે.
વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, મજબૂત રાષ્ટ્ર માટે લોકશાહીની ગરિમા જાળવવા, બંધારણીય સંસ્થાઓમાં વિશ્વાસ વધુ મજબૂત કરવા અને લોકશાહી પ્રક્રિયાની પવિત્રતા જાળવવામાં દેશના યુવાનોની સક્રિય ભૂમિકા અત્યંત જરૂરી છે. તેમણે યુવાનોને આહવાન કર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે યુવાનો પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપે, લોકશાહી મૂલ્યો પ્રત્યે જાગૃત રહે અને રાષ્ટ્રના વિકાસની યાત્રામાં સહભાગી બને.
આ કાર્યક્રમમાં વિધાનસભાના પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ. નરેશભાઈ દેસાઈ, પ્રભારી કિરીટભાઇ પટેલ, જિલ્લા ભાજપા પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા સહિત પદાધિકારીઓ, આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
