<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

ઉપલેટા તાલુકાનાં ગધેથડ ગાયત્રી આશ્રમે ભાજપ દ્વારા નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મદિવસ નિમિત્તે ૫૧૦૦ દિવાનું આયોજન

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા.૧૯: વડાપ્રધાન  નરેન્‍દ્ર ભાઈ મોદીના જન્‍મદિવસની ઉજવણીના ભાગરૂપે પવિત્ર યાત્રાધામ શ્રી ગાયત્રી મંદિર ગધેથડ ખાતે ભવ્‍ય અને દિવ્‍ય કાર્યક્રમનું આયોજન કર્યું પરમ પૂજ્‍ય શ્રી લાલબાપુ ના આશીર્વાદ સાથે ૫૧૦૦ દીવડા પ્રગટાવવામાં આવ્‍યા ત્‍યારબાદ તમામ ભક્‍તજનો એ આરતીનો લાભ લીધો.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ  તથા ઉપલેટા તાલુકા પ્રભારી જયેશભાઈ ત્રિવેદી ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ રવિભાઈ વીરડા,  ઉપલેટા તાલુકા પ્રભારી મહાવીર સિંહ વાળા ઉપલેટા તાલુકા ભાજપ પ્રમુખ મયંકભાઇ ધીંગાણી મહામંત્રી અનિલભાઈ સુતરીયા, કળપેશભાઈ ભીમ્‍ભા, જિલ્લા પંચાયતના સદસ્‍ય ભારતીબેન મજબુતભાઈ, કાર્યક્રમના ઇન્‍ચાર્જ ગધેથડ ના સરપંચ વિજયસિંહ વાળા, જે કે વાળા, મીડિયા સેલના અંકિતભાઈ ટીડીઓ , ત્રિવેદી સાહેબ, કંડોળીયા સાહેબ તેમજ મંદિરના  નીરુભા વાળા, જસુભા વાળા, તથા રમણીકભાઈ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

ત્‍યારબાદ આવેલા તમામ આવેલા ભક્‍તોને મંદિર તરફથી ભોજન પ્રસાદીની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી ભોજન બાદ પૂજ્‍ય શ્રી લાલબાપુના ચરણોમાં વંદન કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.(તસવીરઃ  ભોલુ રાઠોડ- ઉપલેટા)

(11:32 AM IST)