હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાજપે ગોંડલમાં શિક્ષિત યુવા ચહેરા પર મૂક્યો વિશ્વાસ
વોર્ડ નં-૪ માંથી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા પ્રિયંકાબેન દિનેશભાઈ માધડ ચૂંટણી લડી રહ્યા છે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૮: પાલિકા ની ચુંટણી માં ધારાસભ્ય ગીતાબા જાડેજાએ શિક્ષિત મહીલાઓ ને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હોય ભાજપ દ્વારા યુવા અને શિક્ષિત ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેના ભાગરૂપે વોર્ડ નં-૪ માંથી અનુસૂચિત જાતિના મહિલા ઉમેદવાર તરીકે પ્રિયંકાબેન દિનેશભાઈ માધડની પસંદગી કરવામાં આવી છે. નગરપાલિકામાં પ્રથમ વખત આટલી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
પ્રિયંકાબેન માધડ અત્યંત તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવે છે. તેમણે અમદાવાદ યુનિવર્સિટીમાંથી બેન્કિંગ એન્ડ ફાયનાન્સ વિષય સાથે B.Com કર્યા બાદ સોશિયોલોજીમાં ફર્સ્ટ કલાસ સાથે M.A. પૂર્ણ કર્યું છે. હાલમાં તેઓ Ph.D (સોશિયોલોજી) માં રિસર્ચ સ્કોલર તરીકે અભ્યાસ કરી રહ્યા છે.
પ્રિયંકાબેન એક સેવાભાવી અને રાજકીય છબી ધરાવતા પરિવારમાંથી આવે છે. તેમના પિતા દિનેશભાઈ માધડ અગાઉ નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ તરીકે બહુમતીથી વિજેતા થયા હતા. તેમના ફઈ હંસાબેન ખીમજીભાઈ માધડ ગત ટર્મમાં વોર્ડ નં-૩ માંથી ભાજપની ટિકિટ પર વિજેતા બન્યા હતા.
પ્રિયંકાબેનના પિતા દિનેશભાઈ માધડ 'શિવમ સાર્વજનિક ટ્રસ્ટ' ના પ્રમુખ તરીકે વર્ષોથી જનસેવા કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સેવા, નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા, દર્દીઓના સગાઓ માટે બેસવાની વ્યવસ્થા, પીવાના પાણીના R.O. ફિલ્ટર પ્લાન્ટ અને બિનવારસી મૃતદેહોની અંતિમ ક્રિયા સહિત અનેક સેવાકીય કાર્યો કરે છે. વોર્ડ નં-૪ માંથી ભાજપ પેનલ માંથી પ્રિયંકાબેન માધડનું નામ જાહેર થતા જ માધડ પરિવાર, અનુસૂચિત જાતિ સમાજ અને સામાજિક સંસ્થાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
