તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th April 2026
ધ્રોલ તાલુકા પંચાયતની મોટા વાગુદળ બેઠક પર ભાજપનું વર્ચસ્વ: હર્ષાબા અનિરુદ્ધસિંહ જાડેજા બિનહરીફના માર્ગે

ધ્રોલ તાલુકા પંચાયતની આગામી ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મોટા વાગુદળ સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષાબા અનિરુદ્ધસિંહ જાડેજાએ વિધિવત રીતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ બેઠક પર સૌથી આશ્ચર્યજનક બાબત એ રહી છે કે, હર્ષાબા સામે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે એક પણ અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી. મેદાનમાં અન્ય કોઈ હરીફ ન હોવાથી હવે મોટા વાગુદળ બેઠક પર હર્ષાબા અનિરુદ્ધસિંહ જાડેજા બિનહરીફ ચૂંટાય તેવી પૂરેપૂરી શક્યતા છે, જેને પગલે ભાજપ ખેમામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.( સંજય ડાંગર ધ્રોલ)
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
