<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

અમરેલી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપનો દબદબો

અમરેલી, તા. ર૪:  તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી, અમરેલીની બોર્ડ ઓફ ડિરેકટર્સની ચુંટણી મામલતદાર(ગ્રામ્‍ય) ચુંટણી અધિકારીના નેવળત્‍વમાં જાહેરાત કરવામાં આવી હતી. સંસ્‍થામાં ૧૭ ડિરેક્‍ટરર્સની જગ્‍યા ભરવાની થતી હતી. આ ખાલી જગ્‍યા ઉપર  જયેશભાઈ મોહનભાઈ નાકરાણી અને  દલસુખભાઈ કાનજીભાઈ દુધાતના નેતળત્‍વમાં ભાજપ પ્રેરીત પેનલના સભ્‍યોએ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ સદરહુ ચુંટણીમાં હરીફ ઉમેદવાર તરીકે બીજા કોઈ હરીફ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી ન હતી જેથી  અમરેલી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘનું સમગ્ર બોર્ડ બીન-હરીફ જાહેર થયેલ છે.

આ સંસ્‍થા છેલ્લા ૩૦ વર્ષથી સ્‍વ.  મોહનભાઈ નાકરાણીના નેતળત્‍વમાં અને માર્ગદર્શન નીચે નફો કરતી આવતી હતી તે જ પ્રણાલીકા પ્રમાણે  જયેશભાઈ નાકરાણીના સંચાલનમાં સંસ્‍થાએ પ્રગતિ કરેલ છે અને ૩૦ વર્ષથી ૧૫ ટકા પ્રમાણે સહકારી મંડળીઓને ડિવીડન્‍ડ વેંચવવામાં આવે છે. તેમજ સંસ્‍થાને ઓડીટ વર્ગ-ઁઅઁ મેળવી સતત પ્રગતિ કરેલ છે.

 દલસુખભાઈ કાનજીભાઈ દુધાત તેમજ અન્‍ય ડિરેકટરઓનો સજજડ સાથે અને સહકાર અને ટેકો હોય, સંસ્‍થાની પ્રગતિમાં ઉતરોતર વધારો થતો રહ્યો છે

સંસ્‍થામાં  જયેશભાઈ નાકરાણીની ભાજપ પ્રેરીત પેનલ સાથે  દલસુખભાઈ દુધાત,  જયંતિભાઈ ચકરાણી, દેવેન્‍દ્રભાઈ પાદરિયા,  બટુકભાઈ ખુંટ,  હિંમતભાઈ ગજેરા,  રમેશભાઈ કોટડીયા,  હસમુખભાઈ નાકરાણી, વિનુભાઈ નાકરાણી,  ભુપતભાઈ હપાણી,  દિનેશભાઈ તારપરા,  દલપતભાઈ કિકાણી,  યોગેશભાઈ સોજીત્રા,  ભાવિનભાઈ લાખાણી,  જગદીશભાઈ દેસાઈ,  ચેતનભાઈ ગજેરા તથા  પ્રમોદભાઈ લુણાગરીયા એટલે કે સમગ્ર બોર્ડ ઓફ ડિરેકટરર્સ બીનહરીફ ચુંટાયેલા જાહેર થયેલ છે,  જયેશભાઈ નાકરાણીને સહકાર શિરોમણી અને સહકારી જગતના ભિષ્‍મ પિતામહ સમાન માનનીય  દિલીપભાઈ સંઘાણી સાહેબ તેમજ અમરેલીના યુવાન ધારાસભ્‍ય અને રાજયના ઉર્જા મંત્રી કૌશીકભાઈ વેકરીયા સાહેબ તેમજ નવા માર્કેટયાર્ડના સ્‍વૅ દૂષ્ટા તથા પુર્વ ચેરમેન પી.પી. સોજીત્રા સાહેબ, આમ તમામનો સંપૂર્ણ સાથ સહકાર અને હુંફ હોય, જેથી  જયેશભાઈ મોહનભાઈ નાકરાણીની પેનલનો દબદબો યથાવત જળવાય રહેલ છે. આ સંસ્‍થામાં અગાઉના પ્રમુખોનુ પણ ઘણુ મોટુ યોગદાન રહેલ છે. ગુજરાત રાજય સહકારી સંઘ દ્વારા વર્ષઃ ૨૦૨૩-૨૪ માં પ્રભાવિક એવોર્ડમાં પ્રથમ સ્‍થાન મેળવેલ છે. તેમ સંસ્‍થાના એમ.ડી. વિઠ્ઠલભાઈ તારપરા તથા મેનેજર પ્રશાંતભાઈ નાકરાણીની યાદી જણાવે છે

(12:46 PM IST)