<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

જિલ્લા પંચાયતની આમરણ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત

ત્રિપાંખિયા જંગમાં ભાજપના ઉમેદવારે અંદાજે ૧૦૦૦ મતોથી વિજય મેળવ્‍યો

મોરબી, તા. ર૮: જિલ્લા પંચાયતની આમરણ બેઠકની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્‍ચે ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો, જેમાં ભાજપના ઉમેદવાર રિંકલબેન વિરલભાઈ અઘેરાએ ભવ્‍ય વિજય પ્રાપ્ત કર્યો છે. આમરણ બેઠક પર કુલ ૩ ઉમેદવારો મેદાનમાં હતા. રિંકલબેન અઘેરાએ અંદાજે ૧૦૦૦ મતોની લીડથી પોતાના પ્રતિસ્‍પર્ધીઓને હરાવીને જીતનો પરચમ લહેરાવ્‍યો છે.

આમરણ બેઠકના ૩ ઉમેદવારોની વિગતમાં રિંકલ વિરલભાઈ અઘેરા - ભાજપ (વિજેતા), ગાંભવા સરોજબેન નિમેષભાઈ - ભારાકોં, કાન્‍તિલાલ મનજીભાઈ ડોરી - ‘આપ' છે

(11:40 AM IST)