તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
સુરેન્દ્રનગર ખમીશાણા નર્મદા કેનાલ ઉપરના પુલના વધુ એક બીમ પિલરના પોપડા ઉખડવા લાગ્યા
છેલ્લા બે વર્ષથી પુલ બંધ કરવામાં આવ્યો છે છતાં પણ રીપેરીંગ કામ કરવા તંત્રની ઉદાસીનતાઃ ૧૨થી વધુ ગામોના લોકોને હાલાકીઃ કેનાલમાંથી પાણી છોડવામાં આવતા સળિયા દેખાવા લાગ્યા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૯: સુરેન્દ્રનગરના ખમીશાણા ગામ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલ અંદાજિત ૧૪ વર્ષ પહેલા પુલ બનાવવામાં આવ્યો છે, પરંતુ હાલ આ પુલની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે અને જર્જરીત થઈ ગયેલો હોવાના કારણે દુર્ઘટના સર્જાય તે સમયથી આ પુલ બંધ કરવામાં આવ્યો છે, પરંતુ તે છતાં પણ ૧૨ થી વધુ ગામોના લોકો આ પુલ ઉપરથી અવરજવર કરી રહ્યા છે. ચોપડા ઉપર આ પુલ બંધ છે, પરંતુ રિયલ વાસ્તવિક પરિસ્થિતિમાં જીવના જોખમે પણ આ નર્મદા કેનાલના પુલ ઉપરથી પસાર થવા માટે સ્થાનિક લોકો મજબૂર બની રહ્યા છે.
ત્યારે હવે પરિસ્થિતિ એ સર્જાઈ છે કે નર્મદાની કેનાલ ઉપર બનાવવામાં આવેલા પુલના પિલરના સળિયા દેખાવા લાગ્યા છે અને વધુ એક પિલર તૂટવાની અણીએ ભો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે પુલ ઉપરના વચ્ચેના ભાગે આવેલો પિલર અત્યાર સુધી વ્યવસ્થિત હતો, પરંતુ પાણીની અવરજવર અને પ્રવાહ વધવાની સાથે આ પિલરનું પ્લાસ્ટર પણ ઉખડી ગયું છે અને પોપડા ઉખડવા લાગ્યા છે અને સળિયા દેખાવા લાગ્યા છે.
છેલ્લા બે વર્ષથી આ પુલ બંધ કરવામાં આવ્યો છે આરએમબી વિભાગ અને પંચાયત વિભાગ આ મુદ્દે કોઈપણ પ્રકારની રીનોવેશનની અને નવીનીકરણની તકેદારી હાથ ધરતી નથી. જિલ્લા કલેકટર અને વહીવટી તંત્ર પણ આ બાબતે ધ્યાન આપી અને તાત્કાલિક ધોરણે આ પુલ બંધ કરી અને નવીનીકરણનું કામ હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે નર્મદા વિભાગ ને પણ આ બાબતની કોઈપણ પ્રકારની ગંભીરતા ન હોવાનું સામે આવ્યું છે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની રહેશે તે પણ હવે સવાલ ઉભો થઈ રહ્યો છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
