News of Wednesday, 23rd September 2026
જામનગર-દેવભુમી દ્વારકાના સાંસદ પૂનમબેન માડમનો જન્મદિન
નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ - રકતદાન શિબીર સહિત અનેક સેવાકાર્યો સાથે ઉજવણી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૩: જામનગર અને દેવભુમી દ્વારકાના ભાજપના સાંસદ પૂનમબેન માડમનો આજે જન્મદિન છે.
સ્વસ્થ ભારત પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્રભા મોદી સાહેબના જન્મ દિવસ નિમિતે ઉજવાતા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તેમજ જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભા વિસ્તારના લોકલાડીલા સાસંદશ્રી પુનમબેન માડમના જન્મદિવસની ઉજવણી અવસરે નિશુલ્ક સર્વરોગ નિદાન મેગા કેમ્પ અને રકતદાન શીબીરનું અનન્ય આયોજન થયું છે આજે ઓશવાળ સેન્ટર જામનગર ખાતે આ સુદ્રઢ આયોજનથી ‘મહાહેલ્થ' મેલાભ સમાન માહોલ બન્યો છે. નિદાન સારવાર અને તમામ દવાઓ વિનામુલ્યે પુરી પાડવાના આ સેવાયજ્ઞનો જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત શહેર ના નાગરીકોએ બહોળી સંખ્યામાં લાભ લેવા ઉમટી રહયા છે.
આ મહા હેલ્થ મેળામાં ડોકટર્સ- પેરામેડીકોઝ- સ્વયંસેવકો- સહયોગીઓ સહિત સૌ સમર્પિત સેવાથી સૌ દર્દીનારાયણની સેવા અને સંતોષની અનન્ય અનુભુતિરૂપ આ કેમ્પ એક આર્શીવાદ રૂપ બન્યો છે. આ કેમ્પમાં જનરલ ફિઝીશીયન, કાન- નાક- ગળાના નિષ્ણાંત, આંખ, ચામડી, હાડકા, બાળરોગ, સ્ત્ર્રીરોગ, મગજ અને જ્ઞાનતંતુ, જનરલ રોગો ના નિષ્ણાંત અને સર્જન જેવા વિવિધ વિભાગોમાં પ૦- જેટલા નિષ્ણાંત ડોકટરશ્રીઓ હાજર રહી દર્દીઓનું નિદાન કરી નિઃશુલ્ક દવાઓ આપી રહયા છે.
ઓશવાળ સેન્ટર ખાતે યોજાયેલ રકત શિબિરમાં જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા ભાવી નાગરીકો, યુવાનો, મહિલાઓ રકતદાન કરી રભ છે. અને આ કેમ્પમાં હજુ વધુ રકતદાન કરવા માટે રકતદાનદાતાશ્રીઓને અપીલ કરવામાં આવે છે. જામનગર-દેવભૂમિ દ્વારકા તથા હાલાર-બારાડી પંથકમા પુનમબેન માડમ પ્રત્યે વિશેષ લાગણી અને શ્રઘ્ધા રહેલી છે. તેમનો સાદગીભર્યો સ્વભાવ, સર્વસામાન્ય પ્રત્યેનો લગાવ તથા સમાજસેવામાંની તત્પરતા કારણે તેઓ આજે જનજનના દિલમાં અઢળક લોકચાહના મેળવી રહયા છે. દ્વારકાધીશ ભગવાન પ્રત્યેનો તેમનો અનન્ય ભકિતભાવ સૌને પ્રેરણા આપે છે. વિસ્તારના નાગરીકો, કાર્યકરો તથા સમર્થકો તેમની દીર્ધાયુષ્ય, સારૂ આરોગ્ય અને સફળતાભરેલા જીવન માટે પ્રાર્થના સાથે હાર્દિક શુભકામનાઓ પાઠવે છે તેઓના મો.નં.૯૯રપ૦૯૯૮૮૧ ઉપર શુભેચ્છાનો ધોધ વર્ષી રહયો છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
