<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

માણાવદર પાસે કારની ટક્કરથી ફંગોળાતા બાઈક ચાલકનું થાંભલા સાથે ટકરાતા મોત

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧: માણાવદર તાલુકાના દગડ ગામનો ૨૫ વર્ષીય જય રમેશભાઈ ડવ પોતાના મિત્ર પાર્થ સાથે ૩૦ જુલાઈના રોજ સવારે જીજે ૧૧ ડીએ ૯૨૭૦ નંબર ની બાઈક લઈને દગડથી માણાવદર કામ અર્થે જઈ રહ્યા હતા.

દરમિયાન માણાવદર, વંથલી રોડ પર આવેલ આઈ.ટી.આઈ. સેન્‍ટર પાસે પહોંચતા, આગળ જઈ રહેલી જીજે ૦૫ જેએલ ૬૪૭૨ નંબરની કારના ચાલકે પોતાની કાર આઈ.ટી.આઈ. સેન્‍ટર તરફ જોવા અચાનક ટર્ન મારી વાળી દીધી હતી.

અચાનક લેવાયેલા ટર્નને કારણે કાર અને બાઇક વચ્‍ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્‍માતને પગલે જય અને પાર્થ રોડની બાજુમાં ફંગોળાઈ ગયા હતા, જેમાં જય સિમેન્‍ટના થાંભલા સાથે ભટકાઈને ખાડામાં ખાબકયો હતો.

આ અકસ્‍માતના પગલે ગંભીર રીતે ઘવાયેલા જયને તાત્‍કાલિક ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફતે માણાવદર સરકારી હોસ્‍પિટલ અને ત્‍યારબાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવી રહ્યો હતો. પરંતુ રસ્‍તામાં જ વંથલી નજીક ફરજ પરના ડોક્‍ટરે તેને મળત જાહેર કર્યો હતો. જ્‍યારે પાર્થને ગંભીર ઈજા થતા સારવારમાં ખસેડાયો હતો.

આ અક્‍સ્‍માત અંગે મળતકના પિતા રમેશભાઈ ડવની ફરિયાદના આધારે માણાવદર પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

(10:48 AM IST)