News of Sunday, 30th August 2026
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે નાણાં ધીરનાર શાહુકારો સામે તંત્રની મોટી કાર્યવાહી :79 શાહુકારોના લાયસન્સ તાત્કાલિક અસરથી રદ
રાજુ કરપડાનું નામ પણ શાહુકારનું લાયસન્સ રદ કરાયેલા લોકોમાં સામેલ : તમામને આગામી ત્રણ વર્ષ સુધી ગુજરાતમાં નવું રજિસ્ટ્રેશન મેળવવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે નાણાં ધીરનાર શાહુકારો સામે જિલ્લા તંત્રએ મોટી કાર્યવાહી કરી છે. ગુજરાત નાણાંની ધીરધાર કરવા બાબત અધિનિયમ-2011 હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરનાર 79 શાહુકારોના લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યા છે. આ તમામને આગામી ત્રણ વર્ષ સુધી ગુજરાતમાં નવું રજિસ્ટ્રેશન મેળવવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.
આ કાર્યવાહી દરમિયાન જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન અને આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા રાજુ કરપડાનું નામ પણ શાહુકારનું લાયસન્સ રદ કરાયેલા લોકોમાં સામેલ હોવાનું સામે આવ્યું છે.
જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા સમગ્ર જિલ્લામાં સઘન ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં માસિક હિસાબ, ઓડિટ રિપોર્ટ અને લાયસન્સ રિન્યુઅલ સહિતની પ્રક્રિયામાં બેદરકારી સામે આવી હતી. તંત્રએ નાગરિકોને લોન લેતા પહેલા શાહુકારનું લાયસન્સ અને વ્યાજદર ચકાસવાની સલાહ આપી છે. વધુ વ્યાજ વસૂલતા શાહુકારોની જાણ તંત્રને કરવા પણ અપીલ કરાઈ છે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
