<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

બેટ દ્વારકા પોલીસને મોટી સફળતા :દિવાળી વેકેશનમાં ભીડનો લાભ લઈ MCV મોલમાંથી બાળ ગોપાલની મૂર્તિ ચોરી કરનારી બે મહિલા આરોપી ઝડપાઈ

સુરેન્દ્રનગરની બે મહિલાઓને પોલીસની ટીમે બાતમીના આધારે ઝડપી પાડી : દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૩ : દિવાળી વેકેશન દરમિયાન બેટ દ્વારકા ખાતે આવેલા MCV શોપિંગ મોલમાં ભીડનો લાભ લઈ નજર ચૂકવી મોલના દરવાજા પાસેના સ્ટેન્ડ પાસે રાખેલ સિલિકોનની સફેદ કલરના શ્રી કૃષ્ણ ભગવાન (બાલ ગોપાલ) ની ચોરી કરનાર બે મહિલા આરોપીઓને બેટ દ્વારકા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.

    MCV શોપિંગ મોલના મેનેજર દ્વારા શોપિંગ મોલમાં દરવાજા પાસેના સ્ટેન્ડ પાસે રાખેલ સિલિકોનની સફેદ કલરના શ્રી કૃષ્ણ ભગવાન (બાલ ગોપાલ) જેની કિં.રૂ. ૨૮૦૦/- છે, તે કોઈ અજાણી સ્ત્રીઓ ચોરી કરી લઈ ગયેલની ફરિયાદ બેટ દ્વારકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક  નિલિપ્ત રાય  તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા  તથા દ્વારકા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક  સાગર રાઠોડ નાઓએ સૂચના આપેલ હોય કે બેટ દ્વારકા પો.સ્ટે. વિસ્તારમાં હાલમાં દિવાળી વેકેશન અનુસંધાને બહોળા પ્રમાણમાં આવતા યાત્રીકોની સુરક્ષા ધ્યાને લઈ મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા અને વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા સખત સૂચના કરેલ છે.

જે અંતર્ગત બેટ દ્વારકા પોલીસ સ્ટેશનના I/C પોલીસ ઈન્સ્પેક્ટર  આર.એચ.સુવા ના માર્ગદર્શન મુજબ પો.હેડ કોન્સ.  બિપીનભાઈ અમૃતભાઈ લીંબાચીયા તથા પો.હેડ કોન્સ.  રાજુભાઈ ભરતભાઈ ટાંક નાઓએ ટેકનિકલ રીસોર્સથી અને હ્યુમન રીસોર્સથી ચોક્કસ બાતમી મેળવી બેટ દ્વારકા વી.વી.આઈ.પી. પાર્કીંગ પાસે રસ્તા પર કુલ ૦૨ મહિલા આરોપીઓને ચોરી કરેલ મુદ્દામાલ (સિલિકોનની સફેદ કલરના શ્રી કૃષ્ણ ભગવાન (બાલ ગોપાલ) સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

        આરોપીઓ વિજયા  કમલેશભાઈ પરમાર,વિમળા લાલજીભાઈ લડવા

રહે. બન્ને સોનાપુર રોડ, શેરી નંબર ૦૨, સુરેન્દ્રનગરની ધરપકડ કરી છે.

 આ કામગીરી  I/C પોલીસ ઈન્સ્પેક્ટર  આર.એચ.સુવા સાહેબ, બેટ દ્વારકા પો.સ્ટે.HC બિપીનભાઈ અમૃતભાઈ લીંબાચીયા, બેટ દ્વારકા પો.સ્ટે. HC રાજુભાઈ ભરતભાઈ ટાંક, બેટ દ્વારકા પો.સ્ટે. WLR શિલ્પાબેન રાણાભાઈ સમૈયા, કલ્યાણપુર પો.સ્ટે.બેટ દ્વારકા પોલીસની આ ઝડપી અને સચોટ કામગીરીને લઈને સ્થાનિક લોકો અને વેપારીઓમાં પ્રશંસા થઈ રહી છે.

(2:23 PM IST)