તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
બોટાદમાં ઓનલાઈન સટ્ટાબાજીના મોટા રેકેટનો પર્દાફાશ: ૧૭થી વધુ વેબસાઈટ ચલાવનાર મુખ્ય આરોપી ઝડપાયો
ગઢડા રોડ પર એલસીબી પોલીસે દરોડા પાડી લેપટોપ, મોબાઈલ અને બેંક પાસબુક જપ્ત કરી પાંચ અન્ય શખ્સો સામે હાથ ધરી કાયદેસરની તપાસ

બોટાદ : બોટાદ ટાઉન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ધમધમતા ઓનલાઈન મની ગેમિંગ અને સટ્ટાબાજીના એક મોટા રેકેટનો બોટાદ એલસીબી (LCB) પોલીસે બાતમીના આધારે પર્દાફાશ કરીને એક શખ્સની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, બોટાદ એલસીબી પોલીસ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગઢડા રોડ પર આવેલા કષ્ટભંજન કોર્નર પાસેથી પ્રકાશ પ્રવિણભાઈ સાંકળીયા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો.
ઓનલાઈન ગેમિંગ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન એક્ટના કાયદાકીય આદેશોનું ઉલ્લંઘન કરીને સોશિયલ મીડિયા અને ઈલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા લોકોને જુગારની લત લગાડવામાં આવી રહી હોવાની માહિતી મળતા પોલીસે આ કાર્યવાહી કરી હતી.
પોલીસ તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપી પાસેથી લેપટોપ, મોબાઈલ તેમજ વિવિધ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોની ૭ પાસબુક અને ૮ ચેકબુક મળી આવી હતી, જેના દ્વારા કરોડોના વ્યવહારો થતા હોવાનીશંકા છે.
આરોપી દ્વારા વિવિધ પેનલ તેમજ સર્ચ એન્જિન મારફતે ૧૭થી વધુ સટ્ટા-ગેમિંગ વેબસાઈટ્સ અને ડોમેઈનનું સંચાલન કરવામાં આવતું હતું, જ્યાં લોકોને ફ્રી બોનસ અને લાઈવ જેકપોટની લાલચ આપી નાણાકીય વ્યવહાર કરાવવામાં આવતા હતા.
આ પ્રકરણે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે કલમ હેઠળ ગુનો નોંધીને અન્ય પાંચ જેટલા ફરાર આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
