<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

જામનગર જિલ્લાના વહીવટી તંત્રમાં આજે મોટો ફેરફારઃ બે આઈ.એ.એસ. અધિકારીઓ બદલાયા

રાજ્‍ય સરકારના ૭૨ આઈએએસ અધિકારીઓની બદલી આદેશોમાં જામનગરના મનપા કમિશનર અને ડીડીઓની પણ બદલીઃ મ્‍યુનિ. કમિશનર ડી.એન. મોદીના સ્‍થાને દીપેશ કેડિયાની નિમણૂકઃ જ્‍યારે ડી.ડી.ઓ. અંકિત પન્નુના સ્‍થાને શ્રી નિશાની નિમણૂક કરાઇ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૩, રાજ્‍ય સરકાર દ્વારા આજે રાજ્‍યભરના ૭૨ જેટલા ઉચ્‍ચ વહીવટી અધિકારીઓના બદલી આદેશો જાહેર કરવામાં આવ્‍યા હતા, જેમાં જામનગર જિલ્લાનો પણ સમાવેશ થયો છે. જામનગર મહાનગર પાલિકાના કમિ‘ર ડી.એન. મોદી તથા જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) અંકિત પન્નુ ની બદલી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ જામનગર મહાનગર પાલિકાના કમિ‘ર તરીકે ફરજ બજાવતા ડી.એન. મોદીની ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. તેમના સ્‍થાને રાજય સરકાર તરફથી દીપેશ કેડિયાની જામનગર મહાનગર પાલિકાના નવા કમિ‘ર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

આ ઉપરાંત જામનગર જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ ની અમદાવાદ ખાતે નાયબ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. તેમના સ્‍થાને ભરૂચથી શ્રી નિશા ની નવા ડીડીઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજ્‍ય સરકારના આ બદલી આદેશોને પગલે જામનગરના વહીવટી તંત્રમાં મહત્‍વપૂર્ણ ફેરફારો નોંધાયા છે. નવા અધિકારીઓ આગામી દિવસોમાં ચાર્જ સંભાળે તેવી શકયતા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. રાજ્‍ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ વ્‍યાપક બદલી પ્રક્રિયાને વહીવટી ગતિશીલતા અને કામગીરીમાં વધુ અસરકારકતા લાવવાના ભાગરૂપે જોવામાં આવી રહી છે.

(12:55 PM IST)