<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

જસદણ પાસે ર.પ૪ લાખનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્‍સો પકડાયા

કારમાં ચોરખાનુ બનાવી દારૂ છુપાવ્‍યો'તો : કાર સહિત ૭.૬૦ લાખનો મુદ્દામાલ રૂરલ એલસીબીએ કબ્‍જે કર્યો

તસ્‍વીરમાં પકડાયેલ બંને શખ્‍સો દારૂના જથ્‍થા સાથે નજરે પડે છે. 

રાજકોટ, તા. ૧૭ : જસદણ પાસે ર.પ૪ લાખનો વિદેશીદારૂ ભરેલી કાર સાથે બે શખ્‍સોને રૂરલ એલસીબીએ ઝડપી લીધા હતા.

રાજકોટ ગ્રામ જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા દારૂ-જુગારની પ્રવૃત્તિ નાબુદ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે રાજકોટ ગ્રામ્‍ય એલ.સી.બી. શાખાના પોલીસ ઇન્‍સ્‍પેકટર જે.પી. રાવના માર્ગદર્ર્શન હેઠળ એલ.સી.બી. સ્‍ટાફ અને જસદણ ડિવીઝન વિસ્‍તારમા પેટ્રોલીગમાં દરમ્‍યાન ખાનગી રાહે હકિકત મળેલ કે મહિન્‍દ્રા કંપનીની TUV ૩૦૦ મોડેલની રજી.નં- જીજે-૦ર-ઝેડઝેડ ૫૫૨ વાળી કારમાં ચોરખાનું બનાવી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્‍થો ભરી વહન કરી બે ઈસમો વિંછીયા થી જસદણ તરફ જનાર છે જે હકીકત આધારે સદરહુ કારને આડશ કરી કાર રોકી ચેક કરતા પોલીસે

આરોપી (૧) ધનંજય ગુર્જર ભરડીયા રહે.બડદલી ગામ, તા.સોંડવા જી.અલીરાજપુર (મધ્‍યપ્રદેશ) તથા  (૨) નિલેશ ઇશરીયા કલેશ રહે.છોટી ઉતાવલી તા.સોંડવા જી.અલીરાજપુર (મધ્‍યપ્રદેશ) વિદેશી દારૂની બોટલો નંગ-૬૪૫ કિ.રૂ.૨,૫૪,૭૭૫/-, ફોર વ્‍હીલ કાર - ૧ કિ.રૂ.૫,૦૦,૦૦૦/-,મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૬૦૦૦/-, મુદ્દામાલ કિ.રૂ.૭.૬૦,૭૭૫/- મળી કુલ ૭,૬૦,૭૭પના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

આ કાર્યવાહીમાં રાજકોટ ગ્રામ્‍ય એલસીબી ના પીઆઇ પો.ઇન્‍સ.  જે.પી.રાવ તથા પીએસઆઇ  એચ.સી.ગોહિલ, પીએસઆઇ    કે.એમ.ચાવડા, પીએસઆઇ    આર.વી. ભીમાણી, પીએસઆઇ    પી.એન.ભરવાડ તથા એએસઆઇ બાલકળષ્‍ણ ત્રિવેદી તથા અમિતસિંહ જાડેજા તથા બ્રિજરાજસિંહ જાડેજા તથા હો.કો. ધર્મેશભાઇ બાવળીયા, પ્રતાપસિંહ સોલંકી, વાઘાભાઇ આલ, તથા પો.કો. અશોકભાઈ ડાંગર, ભાવેશભાઇ મકવાણા, વિજયભાઇ સિંહાર સહિતનો સ્‍ટાફ જોડાયો હતો.

(11:43 AM IST)