<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

ભુજના જીમ ઇન્‍સ્‍ટ્રક્‍ટર અબ્‍બાસનું સીમી કનેક્‍શન અમદાવાદ બ્‍લાસ્‍ટથી ફાંસીના માંચડે લઈ ગયું

૩૮ દોષીઓમાં ભુજનો અબ્‍બાસ સમેજા સામેલઃ બોમ્‍બ બ્‍લાસ્‍ટ માટે ફાળો એકઠો કર્યો હતો : કલોલ, સુરતના બોમ્‍બ પ્‍લાન્‍ટના ગુનામાં સંડોવણી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૮:  અમદાવાદ બ્‍લાસ્‍ટના ૩૮ દોષીઓને ફાંસીની સજા આપવાના હાઇકોર્ટના હુકમમાં ભુજના અબ્‍બાસ સમેજાનો સમાવેશ છે. ભુજના કેમ્‍પ વિસ્‍તારમાં રહેતા અબ્‍બાસનું કનેક્‍શન બોમ્‍બ બ્‍લાસ્‍ટનું ષડયંત્ર ઘડનારા મુખ્‍ય આરોપીઓ અમદાવાદના જાહીદ શેખ અને ઉજ્જૈન મધ્‍યઙ્ઘદેશના સફદર નાગોરી સાથે ખુલ્‍યું હતું. ઙ્કતિબંધિત મુસ્‍લિમ સંસ્‍થા સીમી સાથે સંકળાયેલા ભુજના અબ્‍બાસની ભૂમિકા ફાળો ઉઘરાવી આપવામાં હોવાનું ખુલ્‍યું હતું. ૨૦૦૮ માં ઝડપાયેલ અને બ્‍લાસ્‍ટ કાંડમાં ૧૬ માં આરોપી અબ્‍બાસ મૂળ જીમ ઇન્‍સ્‍ટ્રક્‍ટર હતો. તે ઇંગ્‍લિશ મીડિયમમાં અભ્‍યાસ કર્યા બાદ ભુજના હોસ્‍પિટલ રોડ ઉપર લેક્રોસ જીમનું સંચાલન કરતો હતો. બ્‍લાસ્‍ટ કેસની તપાસમાં તેના ઘરમાંથી સીમીના લેટરપેડ સાહિત્‍ય મળી આવ્‍યા હતા. તે હાલોલમાં આતંકી કેમ્‍પમાં ભાગ લઈ આવ્‍યો હતો. તેના સાથે જે તે સમયે ભુજના સાઈબર કાફેમાં તે જાહીદ શેખ અને સફદર નાગોરી સાથે હોવાના પુરાવા મળ્‍યા હતા. આ ઉપરાંત અબ્‍બાસ ઉપર કલોલ, સુરતના બોમ્‍બ પ્‍લાન્‍ટના ગુનાઓ પણ દાખલ હતા

(11:34 AM IST)