News of Saturday, 28th November 2026
ભુજની આર.આર. લાલન કોલેજમાં સંવિધાન ગૌરવ દિવસની ઉત્સાહભેર ઉજવણી
સાંસદ વિનોદભાઈ ચાવડાએ વિદ્યાર્થીઓને સંવિધાનના મૂલ્યો અને નાગરિક ફરજોથી અવગત કર્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૮ : ભુજ સ્થિત આર.આર. લાલન કોલેજ ખાતે સંવિધાન ગૌરવ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહ, કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સી.એસ. ઝાલા, દીપકભાઈ ડાંગર, અધ્યાપકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.
સાંસદ વિનોદભાઈ ચાવડાએ પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈના ભારતના સંવિધાન વિશેના ઉદબોધનને ટાંકતા જણાવ્યું હતું કે, ભારતીય સંવિધાન દેશની લોકશાહી વ્યવસ્થાનો મજબૂત આધારસ્તંભ છે. સંવિધાન નાગરિકોને અધિકારોની સાથે ફરજો અને કર્તવ્યોનું પણ ભાન કરાવે છે. સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને બંધુત્વ જેવા સંવિધાનિક મૂલ્યોને જીવનમાં ઉતારી યુવાનોએ રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવું જોઈએ. આ કાર્યક્રમમાં સંવિધાનની રચના, મહત્ત્વ, લોકશાહી મૂલ્યો અને નાગરિકોની જવાબદારીઓ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના માધ્યમથી યુવા પેઢીમાં બંધારણીય જાગૃતિ, રાષ્ટ્રીય એકતા અને લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કોલેજ પરિવાર, અધ્યાપકો અને વિદ્યાર્થીઓના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
