તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 3rd June 2026
ગૌ-વંશ માસના ગુનામાં નાસતા ફરતા આરોપીને ભુજ શહેર એ ડીવીઝન પોલીસે ઝડપ્યો
બોડર્ર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને એસપી વિકાસ સુંડાની સૂચના બાદ કાર્યવાહી, પીઆઈ એમ.આર.નકુમના માર્ગદર્શનમાં સર્વેલન્સ સ્ટાફે કોડકીથી દબોચ્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩ : પશુઓની ગેરકાયદેસર હેરાફેરી તથા ગૌવંશ કતલખાનાની બદી નેસ્તનાબુદ કરવા અને નાસતા ફરતા આરોપીઓને પકડવાની પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચના અંતર્ગત ભુજ શહેર એ ડીવીઝન પોલીસે કાર્યવાહી કરી છે.
ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. એ.પાર્ટ ગુ.ર.નં-0405/2026 ભારતીય ન્યાય સંહિતા કલમ-299, 325, 54 તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-2017ની કલમ-5(1-એ), 6(બી), 8(2), 8(4), 10 તથા પશુ-પ્રત્યેઘાતકીપણુ અટકાવવાની કલમ-11(1)(એલ) મુજબના ગુનામાં પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો આરોપી હુસૈન ઇસ્માઇલ ઓઢેજા ઉ.વ.36 રહે-ગામ રતીયા તા-ભુજ વાળો કોડકી ચાર રસ્તા હાજર હોવાની બાતમી મળી હતી.
પોલીસ ઇન્સપેકટર એમ.આર.નકુમના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ તુરંત કોડકી ચાર રસ્તા જઈ વર્ક આઉટ કરી આરોપીને પકડી પાડ્યો હતો. પૂછપરછ બાદ આરોપીની અટક કરવામાં આવી છે. આ ગુનાની આગળની તપાસ પો.સબ.ઇન્સ. એચ.આર.મોરી ચલાવી રહ્યા છે.
આ કામગીરીમાં પીઆઈ એમ.આર.નકુમના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. એચ.આર.મોરી તથા એ.એસ.આઈ. ઉમેશભાઈ બારોટ, પો.હેડ.કોન્સ. રાજુભા જાડેજા, યુવરાજસિંહ જાડેજા, લાખાભાઈ બાંભવા, દશરથભાઈ ચૌધરી, કૈલાશભાઈ ચૌધરી, મામદભાઈ કુંભાર તથા કિરણભાઈ ચૌધરી જોડાયા હતા.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
