તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
ભુજ અચલગચ્છ જૈન સંઘ દ્વારા વર્ષીતપ પારણોત્સવની પત્રિકાનું લેખન સંપન્ન : 58 તપસ્વીઓએ કરી વર્ષીતપની આરાધના
પ.પૂ.આ.ભ.શ્રી કવિન્દ્રસાગરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી યોજાયેલ કાર્યક્રમમાં પ.પૂ.સા.શ્રી સૌમ્યલતાશ્રીજી મ.સા. આદિની નિશ્રામાં લેખન : માનવંતીબેન ઘીવાલા પરિવાર લાભાર્થી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૫ : શાસન પ્રભાવક પ.પૂ.આ.ભ.શ્રી કવિન્દ્રસાગરસૂરીશ્વરજી મ.સા.ની શુભ પ્રેરણા અને આશીર્વાદથી ભુજ અચલગચ્છ જૈન સંઘમાં 58 વર્ષીતપારાધકો વર્ષીતપની આરાધનામાં જોડાયા હતા. આ નિમિત્તે ભુજ અચલગચ્છ જૈન સંઘ દ્વારા સામુહિક વર્ષીતપના પારણોત્સવની પત્રિકાનો લેખન કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ પ.પૂ.સા.શ્રી સૌમ્યલતાશ્રીજી મ.સા., પૂ.સા.શ્રી કુમુદકિરણાશ્રીજી મ.સા. અને પ.પૂ.સા.શ્રી વિશિષ્ઠપ્રજ્ઞાશ્રીજી મ.સા.ની શુભ પાવન નિશ્રામાં યોજાયો હતો. આ પ્રસંગના લાભાર્થી માનવંતીબેન ચમનલાલ માવજી ઘીવાલા પરિવાર રહ્યા હતા.
પ્રારંભે પૂજ્યશ્રીઓએ માંગલિક શ્રવણ કરાવતાં વર્ષીતપ તપસ્વીઓનાં તપની અનુમોદના કરી હતી અને અચલગચ્છ જૈન સંઘ ભુજનાં આયોજનને બિરદાવ્યું હતું. વર્ષીતપ કરી રહેલા 58 તપારાધકોના સગા-સંબંધી, સ્નેહીજનો અને સમાજની વિશાળ ઉપસ્થિતિમાં ગીત-સંગીતની રમઝટ સાથે વર્ષિતપના પારણોત્સવની પત્રિકાનું લેખન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહેન્દ્રભાઈ ડી. શાહ, ભરતભાઈ બી. શાહ, ચન્દ્રકાન્તભાઈ કે. વોરા, દીપકભાઈ એન. શાહ, ભરતભાઈ સી. શાહ, રાજેશ સી. શાહ, હર્ષદભાઈ બી. શાહ, તેજભાઈ એચ. શાહ, પુનિતભાઈ પી. શાહ સહિત ટ્રસ્ટીગણ તથા ગચ્છના આગેવાનો સાથે સમાજવાસીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સર્વે કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
સંગીતની રમઝટ સુરતના અભિષેક મહેતાએ જમાવી હતી, જ્યારે સંચાલન નિરવભાઈ શાહ (સંકિત યુવક મંડળ)-બોરીવલી વાળાએ કર્યું હતું.
(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
