<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

વિરપુર પાસે પૂરમાં કાર સાથે તણાયેલા ગોંડલના ભીખુભાઇ ડોબરીયાની થોરાળા ડેમ પાસે લાશ મળી

એસ.પી. વિજયસિંહ ગુર્જરની ઉપસ્‍થિતિમાં ફાયર-પોલીસ દ્વારા રેસ્‍કયુ ઓપરેશનમાં કાર બહાર કઢાયા બાદ ડેમ પાસેથી લાશ મળી

તસ્‍વીરમાં  પુરમાં તણાયેલ કાર, રેસ્‍કયુ ટીમ, ઘટના સ્‍થળે એસ.પી.વિજયસિંહ ગુર્જર તથા છેલ્લે મૃતક ભીખુભાઇ તસ્‍વીર નજરે પડે છે. (તસ્‍વીર : કિશન મોરબીયા, વિરપુર)

(કિશન મોરબીયા દ્વારા) વીરપુર તા. રપ :.. વિરપુર પાસે પુરમાં કાર સાથે તણાયેલા ગોંડલના વૃધ્‍ધની થોરાળા ડેમ પાસેથી લાશ મળી આવી હતી.

મળતી વિગતો મુજબ યાત્રાધામ વીરપુરમાં ગત રાતથી વરસી રહેલા ભારે વરસાદના કારણે નેશનલ હાઇવેથી સ્‍વામિનારાયણ ગુરુકુલ થઈ વીરપુર તરફ જવાના માર્ગ પર આવેલી તેલ હોકરા નદીમાં આવેલા પૂર દરમિયાન એક ઇલેક્‍ટ્રિક કાર પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતાં સ્‍થાનિક લોકો મોટી સંખ્‍યામાં સ્‍થળ પર દોડી આવ્‍યા હતા.  જેતપુર ફાયર વિભાગ, ગોંડલ ફાયર વિભાગ, પોલીસ તંત્ર તથા મામલતદાર સહિતનો વહીવટી કાફલો તાત્‍કાલિક સ્‍થળ પર પહોંચી ગયો હતો.

બાદમાં SDRFની ટીમ પણ ઘટના સ્‍થળે પહોંચી રેસ્‍કયૂ કામગીરીમાં જોડાઈ હતી. વિવિધ વિભાગોની સંયુક્‍ત કામગીરીના પરિણામે ભારે જહેમત બાદ પૂરનાં પાણીમાંથી ઇલેક્‍ટ્રિક કારને બહાર કાઢવામાં સફળતા મળી હતી.

જેતપુર રાજકોટ નેશનલ હાઇવે પર વીરપુર પાસે જેતપુર-રાજકોટ નેશનલ હાઇવે પર સિક્‍સ લેનની નબળી કામગીરી અને ખાડામાં ટ્રક ફસાઈ જવાને કારણે કિલોમીટરો લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો જેના કારણે ગોંડલના શાષાીનગરમાં રહેતા ૭૦ વર્ષીય ભીખુભાઈ ધનજીભાઈ ડોબરીયા સવારે પોતાના કારખાને જવા નીકળ્‍યા હતા ત્‍યારે વીરપુર પાસે હાઇવે પર ટ્રાફિકજામથી બચવા તેમણે વીરપુરના અંદરના રસ્‍તેથી શોર્ટકટ લીધો હતો. સવારે આશરે ૭.૦૦ વાગ્‍યાની આસપાસ તેલ હોકરા નદીના ધસમસતા પ્રવાહમાં તેમની કાર તણાઈ ગઈ હતી.

કારમાં સવાર ભીખુભાઇ ડોબરિયાની શોધખોળ બાદ થોરાળા ડેમ પાસેથી લાશ મળી આવી હતી. લાશને પી. એમ. માટે હોસ્‍પીટલમાં ખસેડાઇ છે.

આ બનાવના પગલે રાજકોટ જિલ્લા એસ.પી. વિજયસિંહ ગુર્જર તાત્‍કાલિક અસરથી વીરપુર ખાતે દોડી આવ્‍યા હતા. તેમણે કાર જ્‍યાં પાણીમાં તણાઈ હતી અને જ્‍યાંથી કાર મળી આવી હતી, તે સમગ્ર વિસ્‍તારની પરિસ્‍થિતિનું રૂબરૂ તેમજ ડ્રોન કેમેરાથી નિરીક્ષણ કરી સ્‍થળ મુલાકાત લીધી હતી.

રૂરલ એસપી. વિજયસિંહ ગુર્જર રાજકોટ જિલ્લાના તમામ નાગરિકોને નમ્ર અપીલ છે કે જો નીચાણવાળા વિસ્‍તારોમાં કે પુલ પર થોડું પણ પાણી ભરાયેલું હોય, તો ત્‍યાંથી પસાર થવાનું જોખમ ન ખેડવું. સુરક્ષા જ સૌથી પહેલી ઙ્કાથમિકતા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જો કોઈ પણ વિસ્‍તારમાં પાણી ભરાવાની કે જોખમી સ્‍થિતિ જણાય, તો નાગરિકો તાત્‍કાલિક ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટના ઇમરજન્‍સી નંબર અથવા ૧૧૨ પર સંપર્ક કરી મદદ મેળવી શકે છે.

(1:25 PM IST)