તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
આટકોટ કામધેનુ ગૌશાળા લાભાર્થે ભવ્ય રાસ ગરબા : ધનસુખ ભંડેરી(વિઝુડી)ની ઉપસ્થિતિ

આટકોટઃ આટકોટ ખાતે કામધેનુ ગૌશાળાના લાભાર્થે ભવ્ય રાસ ગરબા અને પાર્ટી પ્લોટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન એસ.પી.એસ. સ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં જાણીતા કલાકાર ધનસુખ ભંડેરી ઉર્ફે વિઝુડીએ હાજરી આપી હતી. આટકોટમાં આવેલી કામધેનુ ગૌશાળા દ્વારા અંધ અને અપંગ ગાયોની સેવા કરવામાં આવે છે. ગૌમાતાની સેવા, સંભાળ અને કલ્યાણના ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમ દ્વારા ગૌસેવાના કાર્યને સહયોગ મળે અને લોકોમાં ગૌમાતા પ્રત્યે સેવાભાવ જાગે તેવો ઉમદા આશય રાખવામાં આવ્યો છે.રમેશભાઈ કાનાણી કમલેશભાઈ હીરપરા તેમજ દાતા નાં સહયોગ આપ્યો છે તેમજ સેવા કરતાં કાર્યકરો નાં સાથ સહકાર આપ્યો છે રાસ ના વિજેતાઓ ને ઇનામ વિતરણ કરવામાં આવે છે (તસ્વીરઃ અહેવાલઃ કરશન બામટા આટકોટ)
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
