તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Sunday, 2nd August 2026
ભાવનગરનું ગૌરવ: મુંબઈ ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં બોલિવૂડ પ્રોડ્યુસર અને ડિરેક્ટર બેબોજી બગથરિયાને પદ્મશ્રી અનુપ જલોટાના હસ્તે 'બેસ્ટ ડાયરેક્ટર' અને 'બેસ્ટ ઓર્ગેનાઇઝર'નો એવોર્ડ એનાયત
આ પ્રસંગે ભારતીય સંગીત ક્ષેત્રના સુપ્રસિદ્ધ પ્લેબેક સિંગર્સ સોનુ નિગમ, અભિજીત ભટ્ટાચાર્ય, અનુરાધા પૌડવાલ, શબ્બીર કુમાર તેમજ અભિનેતા દિલીપજી સહિત મનોરંજન જગતની અનેક નામાંકિત હસ્તીઓએ હાજરી આપી

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : મુંબઈ ખાતે તાજેતરમાં યોજાયેલા એક ઝાકઝમાળથી ભરેલા ભવ્ય એવોર્ડ સમારોહમાં ભારતીય ફિલ્મ અને ઇવેન્ટ પ્રોડક્શન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનાર જાણીતા બોલિવૂડ પ્રોડ્યુસર, ડિરેક્ટર તથા નેશનલ-ઇન્ટરનેશનલ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર બેબોજી બગથરિયા (ભાવનગર) નું બહુમાન કરવામાં આવ્યું હતું. ભારતીય સંગીત જગતના મહાન ગાયક અને 'ભજન સમ્રાટ' તરીકે ખ્યાતિપ્રાપ્ત પદ્મશ્રી અનુપ જલોટાનાશુભહસ્તે બેબોજી બગથરિયાને 'બેસ્ટ ડાયરેક્ટર' અને 'બેસ્ટ ઓર્ગેનાઇઝર્સ' ક્ષેત્રનો પ્રતિષ્ઠિત એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.
માયાનગરી મુંબઈમાં આયોજિત આ ખાસ કાર્યક્રમમાં બોલિવૂડના દેશ-વિદેશમાં જાણીતા દિગ્ગજ કલાકારો અને સંગીતકારોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે ભારતીય સંગીત ક્ષેત્રના સુપ્રસિદ્ધ પ્લેબેક સિંગર્સ સોનુ નિગમ, અભિજીત ભટ્ટાચાર્ય, અનુરાધા પૌડવાલ, શબ્બીર કુમાર તેમજ અભિનેતા દિલીપજી સહિત મનોરંજન જગતની અનેક નામાંકિત હસ્તીઓએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.
બેબોજી બગથરિયાએ મનોરંજન ક્ષેત્રે ડાયરેક્શન અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોનું સફળ આયોજન કરીને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. તેમના આ વિશિષ્ટ યોગદાનને બિરદાવતા ઉપસ્થિત બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓ અને કલાકારોએ તેમને પુષ્પગુચ્છ અને એવોર્ડ આપીને આંતરિક અભિનંદન પાઠવ્યા હતા અને તેમની ભાવિ કારકિર્દી માટે સરાહનાપૂર્વક શૂભેચ્છાઓ વ્યક્ત કરી હતી
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
