તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
ગણપતિ બાપ્પાના સ્વરૂપમાંથી જીવનશૈલીના મહત્વના પાંચ સંદેશા
મોટા કાન-ધ્યાનથી સાંભળવાનું : નાની આંખો એકાગ્રતા : મોટુ પેટ સંતુલીત આહાર : મુષક વાહન ઇચ્છાઓ અને ટેવો ઉપર નિયંત્રણઃ વિધ્નો વચ્ચે હિંમત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ ગણેશ ચતુર્થીનો પાવન પર્વ માત્ર ગણપતિ બાપ્પાની ભક્તિ અને આરાધનાનો અવસર નથી,પરંતુ તેમના સ્વરૂપમાં રહેલા જીવનમૂલ્યોમાંથી પ્રેરણા લઈને આપણા જીવનને વધુ સ્વસ્થ, શિસ્તબદ્ધ અને સુખી બનાવવાનો પણ સુંદર અવસર છે. ગણેશજીના સ્વરૂપ સાથે જોડાયેલા વિવિધ પ્રતીકોમાંથી આજના આધુનિક જીવન માટે પણ અનેક આરોગ્યપ્રદ સંદેશ મેળવી શકાય છે.
ગણેશજીના મોટા કાન આપણને સૌ પ્રથમ ધ્યાનથી સાંભળવાનો જીવનમંત્ર આપે છે.આજના સમયમાં મોબાઈલ, સોશિયલ મીડિયા અને સતત દોડધામ વચ્ચે લોકો એકબીજાની વાત સાંભળવા માટે સમય ઓછો ફાળવે છે. પરિવારના સભ્યો, બાળકો અને વડીલોની વાત ધ્યાનપૂર્વક સાંભળવાથી માનસિક તણાવ ઓછો કરવામાં મદદ મળે છે અને સંબંધોમાં પણ તોહ વધે છે.પોતાની અંદરની લાગણીઓને સમજવી અને જરૂર પડે ત્યારે વિશ્વાસુ વ્યક્તિ સાથે વાત કરવી પણ માનસિક સુખાકારી માટે મહત્વપૂર્ણ છે.
ગણેશજીની નાની આંખો એકાગ્રતા અને ધ્યાનનું પ્રતીક માનવામાં આવે છે.આજના સમયમાં સતત સ્ક્રીન, સૂચનાઓ અને માહિતીના પ્રવાહ વચ્ચે મનને એકાગ્ર રાખવું પડકારરૂપ બન્યું છે.અભ્યાસ, કામ કે અન્ય પ્રવળત્તિ કરતી વખતે ધ્યાન કેન્દ્રિત કરવું, સમયાંતરે સ્ક્રીનથી વિરામ લેવો અને પૂરતી ઊંઘ લેવી સ્વસ્થ જીવનશૈલીનો મહત્વનો ભાગ છે.
ગણેશજીનું મોટું પેટ જીવનમાં સંતુલન અને સહનશીલતાનો સંદેશ આપે છે.તહેવારો દરમિયાન મીઠાઈ, ફરસાણ અને વિવિધ વાનગીઓનો આનંદ લેવો સ્વાભાવિક છે,પરંતુ ખોરાકમાં પ્રમાણભાન જાળવવું જરૂરી છે.
ગણેશજીનું મૂષક વાહન ઇચ્છાઓ અને મન પર નિયંત્રણ રાખવાનો સંદેશ આપે છે.અતિશય ખાવું, સતત મોબાઈલનો ઉપયોગ કરવો, રાત્રે મોડે સુધી જાગવું કે શારીરિક પ્રવળત્તિથી દૂર રહેવું જેવી ટેવો ધીમે ધીમે જીવનશૈલીને અસર કરી શકે છે. તેથી પોતાની ટેવો ઉપર નિયંત્રણ રાખીને સારા નિયમો અપનાવવા જોઈએ.
પાંચમો મહત્વનો સંદેશ છે કે વિઘ્નો વચ્ચે પણ હિંમત અને સકારાત્મકતા જાળવવી. જીવનમાં મુશ્કેલીઓ આવતી હોય છે, પરંતુ દરેક પડકારને શાંતિપૂર્વક અને સમજદારીથી સામનો કરવાની ટેવ વ્યક્તિને માનસિક રીતે મજબૂત બનાવે છે. જરૂરીયાત જણાય ત્યારે પરિવાર, મિત્રો અથવા નિષ્ણાતોની મદદ લેવી પણ સમજદારી છે
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
