News of Thursday, 17th September 2026
ભાવનગરની પ્રથમ સાડી બેન્ક શ્રીવષાાલયને એક વર્ષ પૂર્ણ, અત્યાર સુધીમાં ૧,૦૯૨ સાડીઓનું દાન
સમૂહ લગ્ન સહિત વિવિધ પ્રસંગોએ ૫૦૦થી વધુ સાડીઓ જરૂરિયાતમંદ દીકરીઓ અને બહેનોને ભેટ અપાઈઃએક વર્ષની ઉજવણી નિમિત્તે ભાવનગરના પ્રમુખ ગણપતિ પંડાલોમાં QR કોડ દ્વારા સાડીદાનની વિશેષ અપીલ

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર, તા.૧૭ :ભાવનગરની દીકરીઓ અને જરૂરિયાતમંદ બહેનોને લગ્ન, શુભ પ્રસંગે સારી સાડીઓ વિનામૂલ્યે મળી રહે અને સંપન્ન પરિવારોના ઘરમાં ઉપયોગ વગર રહેલી સારી સાડીઓ કોઈના જીવનમાં ઉપયોગી બની શકે એવી સંકલ્પના સાથે ડો. નિયતિબેન પંડ્યા દ્વારા શરૂ કરવામાં આવેલા ‘‘શ્રીવસ્ત્રાાલય'' પ્રકલ્પને આજે એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે.
મોદીજીના સેવાભાવ અને મહિલા સશક્તિકરણ માટેના પ્રયાસોમાંથી પ્રેરણા લઈ એમના જન્મદિવસે ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ, સમાજમાં અપૂરતા સંસાધન ધરાવતી બહેનો અને દીકરીઓ પણ પોતાના જીવનના અગત્યના પ્રસંગો સન્માનભેર ઉજવી શકે એ માત્ર એક પરિવારની નહીં પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે એવી ભાવના સાથે ભાવનગર યુનિવર્સિટીના સરકાર નિયુક્ત ઇસી સભ્ય ડો. નિયતિબેન પંડ્યા દ્વારા શ્રીવષાાલય પ્રકલ્પ ભાવનગરની દીકરીઓને સમર્પિત કરવામાં આવ્યો હતો.
પ્રકલ્પના પ્રથમ વર્ષમાં અત્યાર સુધીમાં ૧,૦૯૨ સાડીઓનું દાન નોંધાયું છે અને વિવિધ લગ્ન પ્રસંગો, સમૂહ લગ્નો તથા જરૂરિયાત ધરાવતા વિસ્તારોમાં ૫૦૦થી વધુ સાડીઓ તથા ચણિયા ચોળી બહેનો અને દીકરીઓને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા છે.
શ્રીવષાાલય અંતર્ગત મુખ્ય રૂપે ટીમાણા વાળા કાળુબાપુની પ્રેરણાથી યોજાયેલા સમૂહ લગ્નમાં ભાઈ ભરતભાઈ મોણપરાના સહયોગથી ૨૫૦ દીકરીઓને સાડીઓ આપવામાં આવી હતી. ભરતનગર ખાતે લગ્ન પ્રસંગે ૧૫ દીકરીઓને સાડીઓ આપવામાં આવી હતી. ઘોઘા જકાતનાકા વિસ્તારની ૧૮ દીકરીઓને સાડી તથા ચણિયા ચોળી આપવામાં આવ્યા હતા તેમજ કુંભારવાડા ખાતે યોજાયેલા સમૂહ લગ્નમાં પણ દીકરીઓને સાડી અને ચણિયા ચોળી ભેટ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સુભાષનગરમાં ભગવાનેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલી વસ્તીમાં દશામાંના વ્રતની ઉજવણી નિમિત્તે ૧૫૨ બહેનોને રોજિંદા ઉપયોગમાં પહેરી શકાય એવી સાડીઓ આપવામાં આવી હતી.
ભાવનગર સરકારી મેડિકલ કોલેજ સ્ટુડન્ટ એસોસિએશન અને નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઇઝેશન (NMO) દ્વારા સંયુક્ત રીતે આયોજિત “Joy of Giving” કાર્યક્રમમાં દાનમાં આવેલા કપડાઓ પૈકી સાડીઓ શ્રીવષાાલયમાં સ્વીકારવામાં આવી હતી. જ્યારે પુરુષો અને બાળકો માટે આવેલા કપડાઓ ડો. નિયતિબેન પંડ્યા દ્વારા નારાયણ સેવા ટ્રસ્ટને આપવામાં આવ્યા હતા. દાનમાં આવેલી દરેક ઉપયોગી વસ્તુ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે એવી ભાવના સાથે વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે પણ શ્રીવષાાલય જોડાઈ રહ્યું છે.
શ્રીવષાાલયને એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વધુમાં વધુ પરિવારો આ સેવા કાર્ય સાથે જોડાય એ હેતુથી ભાવનગરના તમામ પ્રમુખ ગણપતિ પંડાલોમાં સાડીદાન માટેની અપીલ તથા દાન નોંધાવવા માટેની લિંકનો QR કોડ મૂકવામાં આવ્યો છે. ગણેશોત્સવ દરમિયાન વિવિધ પંડાલોની મુલાકાત લેતા ભાવનગરના સેવાભાવી નાગરિકો QR કોડ સ્કેન કરી શ્રીવષાાલયમાં પોતાના સાડીદાનની નોંધણી કરાવે એવી ડો. નિયતિબેન પંડ્યાએ અપીલ કરી છે.
લગ્ન કે અન્ય પ્રસંગ માટે ખરીદવામાં આવેલી અનેક સારી સાડીઓ થોડા વખત ઉપયોગ થયા પછી વર્ષો સુધી કબાટમાં પડી રહેતી હોય છે. આવી નવી કે સારી સ્થિતિમાં રહેલી ઓછી વપરાયેલી સાડીઓ શ્રીવષાાલયમાં દાન આપી કોઈ જરૂરિયાતમંદ દીકરી કે બહેન માટે ઉપયોગી બનાવી શકાય છે.
શ્રીવષાાલયમાં દાન નોંધાવવાની પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઓનલાઇન રાખવામાં આવી છે. દાન આપવા ઇચ્છતા પરિવારે www.NiyatiPandya.in વેબસાઇટ પર જઈ શ્રીવષાાલયનું ફોર્મ ભરવાનું રહેશે. સફળ નોંધણી બાદ SMS અને WhatsApp દ્વારા confirmation message મળે છે. ત્યારબાદ ડો. નિયતિબેન પંડ્યા અથવા તેમના સેવા સાથીઓમાંથી કોઈ દાતાનો સંપર્ક કરશે અને તેમની અનુકૂળતાએ ઘરે આવી સાડીઓ એકત્ર કરી જશે.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
