તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Friday, 6th November 2026
ભાવનગર : જાહેરમાં બે રહેમીથી હત્યાં : આરોપીને ૩૧ દીવસમાં આજીવન કેદ
સમગ્ર ગુજરાતમાં ચકચારી અને પોલિસના અસ્તિત્વને પડકારનાર ઘટનામાં, રેન્જ વડાના માર્ગદર્શનમાં, એસપી નિતેશ પાંડે ટીમેં ઐતિહાસિક સફળતા મેળવી :સ્ત્રીઓ, બાળકો સામેના ક્રૂરતાભર્યા વ્યવહારમાં રાજ્ય સરકાર કોઈ સંજોગોમાં નહિ, છોડે તે વાત વધુ એક વખત પુરવારઃ નિતેશ પાંડે : આરોપી દ્વારા બસ સ્ટેશન જેવા વિસ્તારમાં જાહેરમાં માથું ભટકાડી આચરેલ ક્રૂરતાથી વ્યથિત પોલીસ ઇન્સ્પેક્ટર દિપક ઊનડકટે જાહેરમાં જ એ સ્થળે આરોપીની આગવી ઢબે સરભરા કરતા, લોકોએ પોલિસ જિંદાબાદના નારા લગાવેલ

રાજકોટ, તા. ૬ : ૫નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અત્યંત ક્રૂર રીતે એક મહિલાની હત્યા કરવામાં આવી હતી. આ ગંભીર ગુનાની પોલીસે ગણતરીના દિવસોમાં તપાસ પૂર્ણ કરી આરોપીને માત્ર ૩૧ દિવસમાં જીવનના અંતિમ શ્વાસ સુધીની કેદની સજા અપાવવામાં ઐતિહાસિક સફળતા મેળવી છે. ભાવનગર જિલ્લામાં પ્રથમવાર આટલી ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર ૩૧ દિવસમાં આરોપીને સજા કરવામાં આવી હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.ગત તા. ૦૩/૦૯/૨૦૨૬ ના રોજ ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડના પબ્લિક એન્ટ્રી ગેટ પાસે આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી રફીકભાઈ લાખાણીએ કાજલબેન દિલીપભાઈ બારૈયા નામની નિર્દોષ યુવતીને ગાળો આપી, ઢીકાપાટુનો આડેધડ માર મારી, વાળ પકડીને દીવાલ તથા ફ્લોરિંગ સાથે માથું ભટકાડી તેમજ માથા ઉપર, ગળા પર અને પડખાના ભાગે પાટા મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હતું.આ અંગે તા. ૦૪/૦૯/૨૦૨૬ ના રોજ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.મહિલા પર થયેલા ક્રૂર હુમલાની ગંભીરતાને ધ્યાને લઈ રેન્જ આઈ.જી. શ્રી રાજેન્દ્ર અસારીની સૂચનાથી, પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શન અને ડી.વાય.એસ.પી. શ્રી આર.આર. સિંઘાલના સુપરવિઝન હેઠળ આ કેસની તપાસ અને ઝડપી ટ્રાયલ માટે એક ખાસ ટીમ ( SIT) ની રચના કરવામાં આવી હતી.લ્ત્વ્ એ નજરે જોનાર સાક્ષીની પૂછપરછ, મેજિસ્ટ્રેટ રૂબરૂ નિવેદન, સી.સી.ટી.વી. ફૂટેજ, ફોરેન્સીક તપાસ અને સર ટી. હોસ્પિટલના ડોક્ટર દ્વારા પી.એમ. રિપોર્ટ જેવા મજબૂત પુરાવાઓ એકત્ર કરી એક જ મહિનાની અંદર તા. ૦૪/૧૦/૨૦૨૬ ના રોજ નામદાર કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી.આ ગંભીર કેસમાં રાજ્ય સરકારે પણ ત્વરિત સંવેદનશીલતા દાખવી, ભોગ બનનાર મહિલાને ઝડપી ન્યાય મળે તે માટે સ્પેશિયલ સરકારી વકીલ તરીકે પીઢ અને અત્યંત અનુભવી ધારાશાષાી શ્રી ઉત્પલ દવેની નિમણૂક કરી હતી. માનનીય ન્યાયાધીશશ્રી દ્વારા આ કેસમાં ઝડપથી ટ્રાયલ ચલાવવામાં આવી હતી. સ્પેશિયલ સરકારી વકીલ શ્રી ઉત્પલ દવેની ધારદાર અને કાનૂની દલીલો, ફરિયાદી તેમજ નજરે જોનાર સાક્ષી અને પંચો દ્વારા આપવામાં આવેલી સચોટ જુબાનીઓને આધારે આરોપી સામેનો ગુનો નામદાર કોર્ટ સમક્ષ શંકાથી પર સાબિત થયો હતો. જેના પગલે આજે તા. ૦૫/૧૧/૨૦૨૬ ના રોજ આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી રફીકભાઈ લાખાણીને જીવનના અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.આ આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી રફીકભાઈ લાખાણી એટલો ઝનૂની અને ક્રિમિનલ માઈન્ડેડ હોય કે તેણે બનાવને નજરે જોનાર અને સદર કેસમાં મહત્વના સાક્ષી નામદાર કોર્ટમાં જુબાની ન આપી શકે તે સારૂ તેનું અપહરણ કરાવી ત્રણ દિવસ સુધી ગોંધી રાખેલ. જે બાબતે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં અલગથી ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. તથા સાહેદને જુબાની આપવા માટે કોર્ટમાં પહોંચાડેલ હતો.આ ચુકાદાથી ગુજરાતમાં ફરી એકવાર સાબિત થયું છે કેસ્ત્રીઓ અને બાળકો પર થતા અત્યાચારોને સરકાર અને પોલીસ તંત્ર અત્યંત ગંભીરતાથી લે છે અને આવા ગુનાહિત માનસ ધરાવતા તત્વોને કાયદાના સંકજામાંથી કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. ભાવનગર પોલીસ ગુનેગારો સામે આવી જ કડક અને ગતિશીલ કાર્યવાહી કરવા હંમેશા કટિબદ્ધ છે.જાહેરમાં એક મહિલા સાથે ક્રૂરતા આચરી, કાયદો વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કરનાર આ માથાભારે આરોપીને પોલીસ ઇન્સ્પેક્ટર દિપક ઊનડકટે જાહેરમાં આગવી ઢબે સરભરા કરી, લોકોની વાહવાહી મેળવી હતી.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
