<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

ભાવનગર સર.ટી. હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી : તબીબી અધિક્ષક અને એડિશનલ ડીન ચાર્જમુક્ત : HOD સસ્પેન્ડ

વિદ્યાર્થીઓનું રેગિંગ તેમજ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં સાંખી લેવાશે નહીં - પ્રફુલ્લભાઈ : ઓર્થોપેડિક વિભાગના કોન્ટ્રાક્ચ્યુઅલ પ્રોફેસરની સેવા સમાપ્ત, PMSSYના નોડલ ઓફિસર બદલાયા

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ભાવનગર સ્થિત સર.ટી. હોસ્પિટલ અને મેડિકલ કોલેજની સમીક્ષા બેઠક દરમિયાન અત્યંત કડક વલણ અપનાવી મોટો વહીવટી ફેરફાર કર્યો છે. આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓનું રેગિંગ તેમજ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારના ચેડાં કદાપિ ચલાવી લેવામાં આવશે નહીં.

 

સમીક્ષા બેઠકમાં લેવાયેલા આકરા નિર્ણયો હેઠળ આરોગ્ય મંત્રીના આદેશથી નીચે મુજબની ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે:

  તબીબી અધિક્ષકમાં ફેરફાર: સર.ટી. હોસ્પિટલના તબીબી અધિક્ષક તરીકેનો વધારાનો હવાલો ધરાવતા ડૉ. અશોક વાળાને ચાર્જમાંથી તાત્કાલિક મુક્ત કરવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ ડૉ. કૈરવી દેસાઈને તબીબી અધિક્ષકનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

  HOD સસ્પેન્ડ: ઓર્થોપેડિક વિભાગના વડા (HOD) ડૉ. વિનોદ ગૌતમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

  એડિશનલ ડીન ચાર્જમુક્ત: મેડિકલ કોલેજના એડિશનલ ડીન તરીકે ફરજ બજાવતા ડૉ. અમિત પરમારને પણ એડિશનલ ડીનના ચાર્જમાંથી મુક્ત કરાયા છે.

  કોન્ટ્રાક્ટ સમાપ્ત: ઓર્થોપેડિક વિભાગમાં ૧૧ માસના કરાર (કોન્ટ્રાક્ટ) પર ફરજ બજાવતા પ્રોફેસર ડૉ. પિનાકીન વોરાની સેવા તાત્કાલિક અસરથી સમાપ્ત કરવાનો આદેશ અપાયો છે.

  નોડલ ઓફિસર બદલાયા: PMSSY SSB હોસ્પિટલમાં નોડલ ઓફિસર તરીકેની જવાબદારી સંભાળતા ડૉ. સમીર શાહને પણ તેમના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

 

આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી આ સામૂહિક અને આકરી કાર્યવાહીથી સમગ્ર મેડિકલ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

(8:16 PM IST)