તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
ભાવનગરમાં ૪૧.૬ ડિગ્રી ગરમી અને ૧૬ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાયો
ગરમીને કારણે લોકો ઘરમાં જ રહેતા રાજકીય પક્ષો આગેવાનોએ રીક્ષાઓ ફેરવી લોકોને મતદાન કરવા માટે અપીલ કરવી પડી

(વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : રવિવારે ભાવનગરમાં કાળજાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ગરમીની અસર યોજાયેલ ચૂંટણીના મતદાન પર પણ પડી હતી. ગરમીને કારણે લોકો ઘરમાં જ રહેતા રાજકીય પક્ષો આગેવાનોએ રીક્ષાઓ ફેરવી લોકોને મતદાન કરવા માટે અપીલ કરવી પડી હતી.
આજે ભાવનગરમાં લઘુત્તમ તાપમાન ૨૮.૬ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૪૧.૬ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨૬ ટકા રહ્યું હતું .જ્યારે પવનની ઝડપ ૧૬ કી.મી. પ્રતિ કલાકની રહી હતી.મોડી સાંજ સુધી ગરમ લૂ ફેંકાઈ હતી અને ભાવનગરવાસીઓ તોબા પોકારી ગયા હતા.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
