News of Friday, 13th November 2026
ભાવનગરમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં શહેરના શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને કાર્યકરોનું સ્નેહમિલન
સ્નેહમિલન કાર્યક્રમમાં સૌ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે અને પરસ્પર સ્નેહ અને એકતાના ભાવને વધુ મજબૂત બનાવશે

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : વિક્રમ સંવત ૨૦૮૩ નુતન વર્ષ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા ભાવનગર (પશ્ચિમ) વિધાનસભાનો ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, પ્રોટોકોલ વિભાગના કેબિનેટ મંત્રી અને ભાવનગર પશ્ચિમના લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહેશે.
ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા આયોજિત આ સ્નેહમિલન કાર્યક્રમમાં શહેરના શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ડાયમંડ ક્ષેત્રના વેપારીઓ, રાજકીય આગેવાનો, સામાજીક આગેવાનો, વિવિધ જ્ઞાતિના આગેવાનો તથા પાર્ટીના કાર્યકર્તાઓને પરિવાર સાથે પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
નુતન વર્ષના વધામણા સાથે યોજાનારા આ સ્નેહમિલન કાર્યક્રમમાં સૌ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે અને પરસ્પર સ્નેહ અને એકતાના ભાવને વધુ મજબૂત બનાવશે. આ પ્રસંગે મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત સૌને નુતન વર્ષની શુભકામનાઓ પાઠવશે.
આ સ્નેહમિલન કાર્યક્રમ આગામી તારીખ ૧૫/૧૧/૨૦૨૬, રવિવારના રોજ સાંજે ૫.૩૦ કલાકે યોજાશે. કાર્યક્રમનું સ્થળ ૐ પાર્ટી પ્લોટ, ભાવનગર-રાજકોટ હાઈવે, ચિત્રા, ભાવનગર રાખવામાં આવ્યું છે. ભાજપ મહાનગરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
