News of Monday, 22nd June 2026
ભાવનગર : 7 વર્ષ પહેલાં ડ્રો થયો અને રૂપિયા ભર્યા છતાં હજુ સુધી ઘર ના મળ્યું :કમિશનરને આપ્યું આવેદનપત્ર
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફાતિમા કોન્વેન્ટ સ્કૂલ પાસે ઘર મેળવવા માટે ફોર્મ ભરીને બેઠેલા પીડિત લાભાર્થીઓનો આક્રોશ ફાટી નીકળ્યો

ભાવનગર મહાનગરપાલિકા (BMC) વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફાતિમા કોન્વેન્ટ સ્કૂલ પાસે ઘર મેળવવા માટે ફોર્મ ભરીને બેઠેલા પીડિત લાભાર્થીઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે, જે અંતર્ગત આજે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા લોકોએ મનપા કમિશનરને રૂબરૂ મળીને એક આવેદનપત્ર પાઠવ્યું છે. લાભાર્થીઓનો ગંભીર આક્ષેપ છે કે છેલ્લા ૭ વર્ષ પૂર્વે તેમના નામે આવાસનો સત્તાવાર ડ્રો થઈ ગયો હોવા છતાં અને નિયમ મુજબના તમામ નાણાં ભરી દીધા હોવા છતાં પણ તંત્ર દ્વારા હજુ સુધી તેમને ઘરનો કબજો સોંપવામાં આવ્યો નથી, જેથી છેલ્લા સાત વર્ષથી ઘરના ઘરની આશામાં અતિશય હાલાકી અને માનસિક દુઃખ ભોગવી રહેલા આ પરિવારોએ વહેલામાં વહેલી તકે આવાસની ફાળવણી કરવા કમિશનરને કરુણ વિનંતી કરી છે.
(11:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
