<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

ભાવનગર શહેરમાં બપોરે ધોધમાર 1.5. ઇંચ વરસાદ તુટી પડ્યો: ઘોઘા અને જેસરમાં અડધો ઇંચ વરસાદ

ગોહિલવાડ પંથકમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ : અઠવાડિયાના વિરામ બાદ ગઈકાલથી ફરી વરસાદી માહોલ બંધાયો

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગરમાં અઠવાડિયાના વિરામ બાદ ગઈકાલથી ફરી વરસાદી માહોલ બંધાયો છે. આજે શુક્રવારે બપોરે ભાવનગર શહેરમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે ઘોઘા અને જેસર પંથકમાં પણ વરસાદ પડ્યો હતો.
ગોહિલવાડ પંથકમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. આજે બપોરે શહેરમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. શહેરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. જ્યારે ઘોઘા અને જેસર પંથકમાં પણ બપોરે વરસાદ પડ્યો હતો.
આજે સાંજના છ વાગ્યા સુધીમાં ભાવનગર શહેરમાં 36 મી.મી., ઘોઘા માં 9 અને જેસરમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 35.2 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 25.4 ડિગ્રી રહ્યું હતું. વાતાવરણમાં ભેજ નું પ્રમાણ 19% રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ 12 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

(7:07 PM IST)