News of Sunday, 4th October 2026
ભાવનગરમાં નવરાત્રિ પર્વ પૂર્વે ખેલૈયાઓમાં ગરબાનો રંગ જામ્યો :પ્રથમવાર જર્મન ડોમમાં પણ ગરબાનું આયોજન
ગરબાના ક્લાસિસમાં ખેલૈયાઓ થનગનાટ સાથે પ્રેક્ટિસ: પરંપરાગત વસ્ત્રો અને રંગબેરંગી ચણિયા-ચોળીથી બજારો સજ્જ :શેરી ગરબા અને સોસાયટીના આયોજનોની તૈયારીઓ પણ જોરશોરથી શરૂ

ભાવનગરમાં નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેલૈયાઓમાં અત્યારથી જ ગરબાનો રંગ જામ્યો છે. અવનવા સ્ટેપ શીખવા માટે ખેલૈયાઓ ગરબા ક્લાસિસમાં ભારે મહેનત કરી રહ્યા છે. રાત્રિના 11 વાગ્યા સુધી ગરબાના ક્લાસિસમાં ખેલૈયાઓ થનગનાટ સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છે.
બીજી તરફ નવરાત્રિ માટે વસ્ત્ર પરિધાન અને વેશભૂષાની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. પરંપરાગત વસ્ત્રો અને રંગબેરંગી ચણિયા-ચોળીથી બજારો સજ્જ થયા છે. ખેલૈયાઓએ અત્યારથી જ મનપસંદ વસ્ત્રો બુક કરાવી લીધા છે. ભાવનગરમાં ગરબાના પાંચ મોટા આયોજનો થવા જઈ રહ્યા છે. હવામાન વિભાગની વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને આ વખતે પ્રથમવાર જર્મન ડોમમાં પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. શેરી ગરબા અને સોસાયટીના આયોજનોની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે.
(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
