News of Monday, 2nd November 2026
ભવાનીધામ બનશે સમસ્ત રાજપૂત સમાજનું પ્રેરણાધામ
પ૧ શકિતપીઠ અને ૧ર જયોર્તિંલીંગની માટી અને જળ સમર્પિત કરાશે : વઢવાણના વસ્તડી ખાતે ભવાનીધામમાં ધાર્મિક, સામાજિક ઉત્કર્ષ અંગે સમીક્ષા બેઠક : વજુભાઇ વાળાનું માર્ગદર્શન

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ખાતે નિર્માણાધીન શ્રી ભવાની ધામ ખાતે સમસ્ત રાજપૂત સમાજના અગ્રણીઓની સમીક્ષા બેઠક મળેલ તે પ્રસંગની તસ્વીર.
રાજકોટ, તા., રઃ સમસ્ત રાજપૂત સમાજના ભવિષ્યમાં યોજાનાર કાર્યક્રમમાં અને મંદિર નિર્માણ કાર્યના કામ અંગે સૌએ ચર્ચા વિચારણા કરી અને નવનિર્માણ પામનાર ભવનનું લોકાર્પણ કાર્યક્રમ અંગે આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો દ્વારા કરવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી છે.
દિવાળી બાદ વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટેની યોજનાઓ નવીનતમ કોર્સ અને યુપીએસસી જીપીએસસીની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓની તૈયારી અંગે શું કરી શકાય તે અંગે પ્રતાપસિંહજી ચૌહાણ વાઇસ ચાન્સેલર અને શ્રી કે એન ખેરે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
પ્રતાપસિંહજીએ જણાવ્યું હતું કે ગેરસમજણ શૈક્ષણિક અભાવથી થાય છે માટે સમાજનો વિકાસ અટકે છે જો સામાજિક એકતા વધારવી હશે તો સોશિયલ મીડિયાથી ગેરમાર્ગે દોરાય અને સમાજની એકતાને નુકસાન થાય તેવું કાર્ય ન કરવા શિક્ષિત લોકોને હું અપીલ કરું છું.
નારણસિંહ મોરી ભાવનગર એ જણાવ્યું હતું કે સમાજની જોડતી કડી એ ભવાની ધામ છે માટે એકતા ના દર્શન થાય તે રીતે સૌવે પ્રયત્ન કરી કાર્ય કરવું જોઈએ
જેસીંગ ભગત માંગરોળ દ્વારા સમગ્ર કાર્ય ઝડપી પૂર્ણ થાય અને શૈક્ષણિક વ્યાપ વધે તેવા સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે તે માટે ભવાની ધામના સૌને શુભેચ્છા પાઠવી હતી.
માવજીભાઈ ડોડીયાએ જણાવ્યું હતું કે કદાચ સમાજના ઇતિહાસમાં પ્રથમ વખત ધાર્મિક કાર્ય થકી એકતાનું નિર્માણ થઈ રહ્યું છે તેમાં સૌ તન મન ધનથી કાર્યરત થાય તેવી અપીલ કરું છું
આ તકે સ્વ.નારસીભાઈ પઢીયાર ને યાદ કરવા ઘટે તેવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી હતી.
રૈયાભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે પવિત્ર ધામના પરિસરમાં ભવિષ્યના આયોજન માટે આવેલા સૌકારોબારી સભ્યો પોતાના વિચારો અને મંતવ્ય આપે અને આ ધામ એ સમગ્ર સમાજનું આસ્થાનું કેન્દ્ર બને તેવી મા ભવાનીને પ્રાર્થના કરું છું. દિપસિંગભાઈ ડોડીયાએ જણાવ્યું હતું કે ભવાની ધામ અમારા જિલ્લાનું ગૌરવ છે અને સમાજના સૌ આ કાર્યમાં કાર્યરત રહેશું.
પૂર્વ મંત્રી લક્ષ્મણસિંહ પરમારે જણાવ્યું હતું કે સૌ એક સાથે પ્રયત્ન કરે અને ભવાની ધામ નિર્માણનું કાર્ય ખૂબ ઝડપી પૂર્ણ થાય તે માટે અમે સતત પ્રયત્નશીલ રહેશું.
સમસ્ત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઇ બારડે જણાવ્યું હતું કે ભવાની ધામ ખાતે બની ગયેલ શૈક્ષણિક કાર્યનું ભવન ૨૧મી સદીના અનુરૂપ બન્યું છે.
ગુજકોમાસોલના વાઈસ ચેરમેન શ્રી ગોવિંદભાઈ પરમાર એ જણાવ્યું હતું કે સ્વ નારશીભાઈ પઢિયાર અને વજુભાઈ વાળાએ વાવણી કરેલા વળક્ષોના ફળ આજે અમને મળ્યા છે અને ભવાનીધામ એ સમસ્ત રાજપૂત સમાજનું પ્રેરણાનું ધામ બનશે ૫૧ લાખ રૂપિયા ની રકમ શ્રી ભવાની ધામને આપવાની પોતે જાહેરાત પણ કરી હતી.
કાનભા ગોહિલે સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ તરીકે સમગ્ર ગુજરાતના રાજપુતોને અમે એક કર્યા છે અને હું કામ કરવાનું માણસ છું ઓબીસીમાં લાભ મળે તે માટે સમગ્ર સમાજની એકતાનું કામ અમે કર્યું છે અને ભવિષ્યમાં તેના કારણે જરૂરિયાત મંદ ઘણા લોકોને નોકરી મળશે અને આજે મળી રહી છે તે આપ સૌને નજરે પડે છે.
કારડીયા રાજપૂત સમાજના સૌથી સિનિયર આગેવાન વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે મારે સદી પૂરી કરવી નથી પરંતુ મંદિરનું કાર્ય પૂર્ણ થાય અને તેના પર ધજા ફરકે ત્યાં સુધી કાર્યરત રહી અને કામ કરવાની ઈશ્વર શક્તિ આપે તે જ માં ભવાની ને પ્રાર્થના, છત્રપતિ શિવાજી મહારાજ અને માં ભવાનીને આદર્શ માનીને તેની છત્રછાયામાં સૌ કાર્યરત રહે તેવી માં ભવાની ને પ્રાર્થના કરું છું
કદાચ શિક્ષણ માટે કે વિદ્યાર્થીનીઓની હોસ્ટેલ માટે નું કાર્ય ચાલુ હોય ત્યાં સૌ પ્રથમ અગ્રતા આપી એ કામ પૂર્ણ કરાવવું અને ત્યારબાદ ભવાની ધામ માટે કાર્ય કરવું તેવી સલાહ પણ સૌને આપી હતી અને સામાજિક કાર્ય કરવા માટે જ્યારે તમે નીકળો છો ત્યારે સમાજ પાસે જે હોય તે જ આપણને આપશે માટે નિરાશ થયા વગર સતત અગ્રેસર ભૂમિકા નિભાવી સમાજના સૌને સાથે લઇ અને આપણા જિલ્લાઓમાં સામાજિક કાર્ય સતત કરતું રહેવું સમસ્ત હિંદુ સમાજ સાથે જોડાયેલા રહી અને ધાર્મિક રાજકીય પ્રજાકીય અને સાંસ્કળતિક પ્રવળત્તિઓમાં સતત પ્રવળત્તિમય રહેવા અનુરોધ કર્યો હતો.
પૂર્વ મંત્રીશ્રી લક્ષ્મણસિંહ પરમારે ૫ લાખ રૂપિયા ભવાની ધામને અર્પણ કરવાની જાહેરાત કરેલ છે. પૂર્વ મંત્રી જસાભાઈ બારડે ૨૫૫૫૫૫૫ લાખ રૂપિયાની ભવાનીધામ ને અર્પણ કરવાની જાહેરાત કરેલ
જેસીંગ ભગત માંગરોળ દ્વારા ૧૧ લાખ રૂપિયા ભવાનીધામને અર્પણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજકોમાસોલના વોઈસ ચેરમેન શ્રી ગોવિંદભાઈ પરમાર દ્વારા ૫૧ લાખ રૂપિયા શ્રી ભવાની ધામને અર્પણ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
સમગ્ર મંદિર નિર્માણનું કાર્ય અને વિદ્યાર્થી ઓને માર્ગદર્શન મળી રહે તે હેતુથી સ્ટડી સેન્ટરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તે નિહાળી સૌએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી આ કાર્યક્રમ ને સફળ બનાવવા સમગ્ર ભવાનીધામ ટીમ ના સર્વે વજુભાઈ મૂખી ઘનશ્યામસિંહ અજીતસિંહ મહેશભાઈ ગોહિલ સહિત સૌ સતત કાર્યરત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન ડો. અનિરુદ્ધસિંહ પઢિયારે કર્યું હતું સંસ્થાનો પરિચય અને શાબ્દિક સ્વાગત કિશોરસિંહજી ચૌહાણે આભાર વિધિ કન્વીનર ભવાની ધામ તેજસભાઈ ભટ્ટીએ કરી હતી.
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
