<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા અનુ. જાતિ મોરચામાં મોટી સાંગઠનિક નિમણૂકો : શહેર ઉપપ્રમુખ સહિત 14 નવા હોદ્દેદારોને જવાબદારી સોંપાઈ

શહેર અધ્યક્ષા બીનાબેન કોઠારી દ્વારા યાદી જાહેર : રાહુલભાઈ પરમારને ઉપપ્રમુખ અને 13 કારોબારી સભ્યોની નિમણૂક : પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રભારી ધનસુખભાઈ ભંડેરીના માર્ગદર્શન હેઠળ નિર્ણય

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩૧ : ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા સંગઠનને વધુ વ્યવસ્થિત અને સક્રિય બનાવવા માટે અનુ. જાતિ મોરચામાં મહત્વપૂર્ણ સાંગઠનિક નિમણૂકો જાહેર કરવામાં આવી છે. 

પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશ મોરચા મંડળના માર્ગદર્શન હેઠળ તેમજ મહાનગર પ્રભારી ધનસુખભાઈ ભંડેરી સાથે વિચાર-વિમર્શ કરીને આ નિમણૂકો કરવામાં આવી છે. શહેર અધ્યક્ષા બીનાબેન એ. કોઠારી દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ અનુ. જાતિ મોરચાના શહેર ઉપપ્રમુખ તરીકે રાહુલભાઈ કાળુભાઈ પરમારની નિમણૂક કરવામાં આવી છે.

સાથે જ અનુ. જાતિ મોરચાના કારોબારી સભ્યો તરીકે કુલ 13 આગેવાનોની પણ નિમણૂક કરવામાં આવી છે. જેમાં વોર્ડ નંબર 11 માંથી રાજુભાઈ જીવાભાઈ બેરડીયા, મનોજભાઈ દેવદાસભાઈ સોલંકી અને રાહુલભાઈ ચૌહાણ, વોર્ડ નંબર 15 માંથી કેવલભાઈ રાજેશભાઈ ગોધીલ, રાજેશભાઈ ડાભી, કાલીદાસ વાઘેલા અને શ્યામ ચંદુભાઈ વાઘેલા, વોર્ડ નંબર 6 માંથી વિનોદભાઈ એચ. ચાવડા અને કાનાભાઈ પરમાર, વોર્ડ નંબર 4 માંથી દેવજીભાઈ વાઘેલા, વોર્ડ નંબર 13 માંથી મેહુલભાઈ પ્રવિણભાઈ કબિરા, વોર્ડ નંબર 16 માંથી પ્રેમજીભાઈ ચાંચીયા અને વોર્ડ નંબર 1 માંથી ગિરીશભાઈ મુછડીયાનો સમાવેશ થાય છે. 

ઉપરોક્ત તમામ નિમણૂકો તાત્કાલિક અસરથી અમલમાં આવશે. આ નિમણૂક પત્રની નકલ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, ઝોન મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, પ્રભારી ધનસુખભાઈ ભંડેરી અને પ્રદેશ અનુ. જાતિ મોરચા પ્રમુખ કિરીટભાઈ સોલંકીને રવાના કરવામાં આવી છે.

જામનગર મહાનગર ભાજપ દ્વારા અનુ. જાતિ સમાજના આગેવાનોને સંગઠનમાં મહત્વનું સ્થાન આપીને પાયાના સ્તર સુધી પક્ષને મજબૂત કરવાની દિશામાં આ પગલું ભરવામાં આવ્યું છે.

(3:03 PM IST)