News of Wednesday, 25th November 2026
અમરેલીમાં સોડા બનાવવાનો ગેસનો બાટલો ફાટતાં ભરતભાઇનો હોઠ કપાયો
આધેડને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા

રાજકોટ તા. ૨૫: અમરેલીમાં એન્જલ ચાર રસ્તા પાસે શંકુલ ચોકડી પાસે રહેતો અને ભંગાર વીણવાનો ધંધો કરતાં ભરતભાઇ બહાદુરભાઇ ચારોલીયા (ઉ.વ.૪૫) નામના આધેડ ભંગાર વીણીને આવ્યા હોઇ તેમાં સોડા બનાવવાનો ગેસનો બાટલો આવ્યો હોઇ તે ભાંગતા હતાં ત્યારે પ્રેશરને કારણે બાટલો ફાટતાં ઉડીને મોઢા પર આવતાં તેમનો હોઠ તૂટી જતાં અને મોઢા પર મુંઢ ઇજા થતાં અમરેલી સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે અમરેલી પોલીસને જાણ કરી હતી. ભરતભાઇને સંતાનમાં ત્રણ દિકરા છે.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
